વિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ- રિસર્ચ સેન્ટર રાજકોટમાં આગામી ટૂંકા ભવિષ્યમાં આકાર લેશે. બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ની સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે જેમાં જમીન માપણી કરાતા હજુ વધારાની જમીન માટેની પ્રક્રિયા ચાલી રહી છે જે પૂર્ણ થતાની સાથે જ હોસ્પિટલ નું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે. હોસ્પિટલ સાથે અધ્યતન રિસર્ચ સેન્ટર બનશે કે જેમાં માત્ર ભારત જ નહીં પણ વિદેશના વિદ્યાર્થીઓ અને તબીબો કિડની માટે અહીં રિસર્ચ કરવા માટે આવશે આ ઉપરાંત ટ્વીન ટાવર હોસ્પિટલ બનશે જેમાં હેલ્થ એજ્યુકેશન સાથે કીડની બીમારીથી કઈ રીતે અટકી શકાય તે માટે પ્રિવેશન સેન્ટર પણ બનાવવામાં આવશે.અમદાવાદ, દિલ્હી અને વિદેશના આર્કિટેક દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કિડની આકાર ની ટ્વીન ટાવર બનાવશે. આ પ્રોજેક્ટ ના પ્રથમ ચરણનું કામ શરૂ થઈ ચૂક્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીના રોગોને લગતી સારવાર આપતી બીટી સવાણી કિડની હોસ્પિટલના સફળતાપૂર્વક ૨૧ વર્ષ પૂર્ણ થયા છે. સૌરાષ્ટ્ર વિસ્તારના કિડનીના રોગોની હાલાકીને ધ્યાનમાં લઈ વર્ષ ૧૯૯૮ માં ડો. પ્રદીપભાઈ કણસાગરા, સ્વ. દેવજીભાઈ પટેલ, જયંતીભાઈ ફળદુ, રમેશભાઈ પટેલ અને ડો. વિવેક જોશી દ્વારા સૌરાષ્ટ્ર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાજકોટ નામના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ સ્થિત બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં નામના ધરાવતી કિડની ના રોગોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે.
મુખ્ય દાતા ભગવાનજીભાઈ સવાણી અને દેશ-વિદેશના અનેક દાતાઓના સહકારથી બનેલ આ હોસ્પિટલ ઉત્તમ કક્ષાની સારવાર નજીવા દરે આપી સેકડો દર્દીઓના આશીર્વાદ મેળવી ચૂકી છે. અધ્યતન ઓપરેશન થિયેટર, ૫૦ જેટલા ડાયાલીસીસ મશીનો, ઉત્તમ કક્ષાની લેબોરેટરી, લેઝર મશીનો, સીટી સ્કેન મશીન, યુરો ડાયનેમિક લેબોરેટરી, વગેરે તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલ ઉચ્ચ ગુણવત્તા યુક્ત સારવાર માટે નામના ધરાવે છે. આરોગ્ય સેવા માટેનો ઉચ્ચતમ માપદંડ એન એ બી એચ ધરાવતી ટ્રસ્ટની આ એકમાત્ર હોસ્પિટલ છે.
હોસ્પિટલના હાલના ચેરમેન જયંતીભાઈ ફળદુ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. વિવેક જોશી અને સેક્રેટરી રમેશભાઈ પટેલ તથા ટીમની રાહબરી હેઠળ આ હોસ્પિટલ માત્ર સારવારના બદલે રોગને કેમ અટકાવી શકાય તે માટે પણ કાર્યરત છે, જે અંતર્ગત ગામડામાં સ્વચ્છ પીવાના પાણીની સુવિધા ( પ્લાન્ટ ઇન્સ્ટોલેશન), એનીમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ, કિડની પ્રિવેન્શન પ્રોગ્રામ જેવા કાર્યક્રમો હેઠળ સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ ૪૦૦ કરોડના ખર્ચે સમાજ વિકાસની નવી કેડી કંડારશ
December 23, 2024 02:51 PMમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech