મહિલાની હત્યાં કરી મૃતદેહને ડ્રેનેજના મેલ હોલમાં નાખી દેવાયો

  • December 27, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાનગર પાલિકાના ડ્રેનેજના મેલ હોલમાંથી મહિલાનોં મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા મહિલાનોં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. અને પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મૃતક મહિલાના કોઈ વાલી વારસો નહી મળતા અંતિમવિધિ કરી દેવામાં આવી હતી. બાદમાં પેનલ પીએમ રિપોર્ટ આવતા મહિલાની હત્યાં કરાઈ હોવાનું ખુલવા પામ્યું હતું. જે અંગે પોલીસે તપાસનોં ધમધમાટ શરુ કર્યો હતો.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના હિલપાર્ક જવાના રસ્તા ઉપર કુષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ગેટ પાસે આવેલી મહાનગર પાલિકાની ડ્રેનેજ લાઈનના મેઈન હોલમાંથી એક કોહવાઈ ગયેલી હાલતે મહીલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રખાયા બાદ તેના વાલીવારસ ન મળી આવતા અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. દરમિયાન મૃતકનો પેનલ પીએમ રિપોર્ટ આવતા તેમાં મહીલાની ગળાટુંપો દઈ હત્યા કરી નાખી પુરાવાનો નાશ કરવા મેઈન હોલમાં ફેંકી દેવાઈ હોવાનું ખુલતા આખરે હત્યાનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રણદેવી આશ્રમથી હિલપાર્ક જવાના માર્ગ ઉપર કુષ્ણકુમારસિંહજી યુનીવર્સીટીના ગેઈટ નંબર-૩ સામે બાવળની કાંટમાં આવેલ મહાનગર પાલીકની ડ્રેનેજ લાઈનના મેઈન હોલમાંથી ગત તા. ૦૭.૧૦.૨૦૨૩ના રોજ એક આશરે ૩૫થી ૪૦ વર્ષીય મહીલાનો હોસવાય ગયેલી હાલતે મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઘટનાના પગલે વરતેજ પોલીસ અને મહાનગર પાલિકાનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને મૃતક મહીલાના મૃતદેહને મેઈનહોલમાંથી બહાર કાઢી સર.ટી.હોસ્પિટલ ખસેડી પેનલ પીએમ કરાવાયુ હતું. બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં મુકી દેવાયા બાદ તેની ઓળખ શક્ય ન બનતા તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. આખરે સર.ટી. હોસ્પિટલનો પેનલ પીએમ રિપોર્ટ આવતા મહીલા ઝડબાન અને કાનની નીચેના ભાગે મુંઢ ઈજા થયેલી હોવાનું અને મહિલાને કોઈ કપડાથી ગળાટુંપો દઈ મૃતદેહ મળ્યાના પાંચ દિવસ પુર્વે હત્યા કરી નખાયાનું ખુલવા પામ્યું હતું. અજાણ્યા શખ્સે મહીલાની હત્યા કરી પુરાવાનો નાશ કરવા અવાવરૂ જગ્યામાં આવેલ ડ્રેનેજ લાઈનના મેઈન હોલમાં લાશને ફેંકી દઈ ઉપર ઢાંકણુ બંધ કરી દીધુ હતી. જે મામલે વરતેજ પોલીસ મથકના પીએસઆઈ રબારીએ ફરીયાદી બની અજાણ્યા શખ્સ સામે ફરીયાદ આપતા વરતેજ પોલીસે આઈપીસી. ૩૦૨, ૩૨૩, ૨૦૧, મુજબ ગુનો દાખલ કરી કાનુની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application