પોરબંદરના પક્ષી અભયારણ્યની દિવાલ બહાર બે વર્ષ પહેલા સુંદર મજાના ચિત્રોનું સર્જન કરવામાં આવ્યું હતું પોરબંદરના ચિત્રકારોએ આ દિવાલો ઉપર પર્યાવરણ અને પ્રકૃતિ બચાવવા સહિત પક્ષી સૃષ્ટિ અને વન્ય સૃષ્ટિ વિશેની જનજાગૃતિ માટે અવનવા ચિત્રો દોર્યા હતા. પરંતુ આ ચિત્રોની આજુબાજુમાં રાત્રિના સમયે તાપણા કરતા શખ્સોએ એ ચિત્રોને નુકસાન પહોંચાડ્યું છે એટલું જ નહીં પરંતુ દીવાલો ઉપર જાત જાતના લખાણ લખ્યા છે. આ વિસ્તાર રાત્રિના સમયે આવારા તત્ત્વોનો અડ્ડો બની જાય છે અને ધૂમ સ્પીડે નબીરાઓ કાર ચલાવવા સહિત બાઈક ચલાવે છે. આ રહેણાંક વિસ્તાર છે અને ત્યાં આ રીતે થતી હરકતો સામે પોલીસે હવે કડક પગલાં ભરવા જરી બન્યા છે અને વન વિભાગની જ પક્ષી અભયારણ્યની દિવાલ ઉપર ચિત્રોને નુકસાન થયું છે તેથી જંગલ ખાતાએ પણ આ મુદ્દે તપાસ હાથ ધરવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech