સાણંદ નજીકના ક્રેટા કાર કેનાલમાં ખાબકતા ત્રણ લોકોના મોત, બેને ઈજા, ગાંધીનગરનો પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો

  • March 31, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરનો રબારી પરિવાર મેલડી માતાના દર્શન કરી પરત ફરતો હતો ત્યારે સાણંદ નજીકના વિરોચનનગરમાં તેમની ક્રેટા કાર રાતના અંધારામાં કેનાલમાં ખાબકી હતી. જેમાં કારમાં સવાર ત્રણ લોકોના મોત અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. 

મૃતકોના નામ

  1. કનુભાઈ રૂગનાથભાઈ દેસાઈ
  2. વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ
  3. દર્શનકુમાર અરજણભાઈ દેસાઈ (તમામ રહે. રબારીવાસ, ઝુંડાલ, ગાંધીનગર)


ગંભીર અકસ્માત અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધ

મળતી માહિતી મુજબ, ગતરોજ ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું હોવાથી ગાંધીનગરના ઝુંડાલનો રબારી પરિવાર સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરવા આવ્યો હતો. જે દરમિયાન દર્શન કરીને પરત ફરી રહેલા આ દર્શનાર્થીઓની ક્રેટા કાર અકસ્માતનો ભોગ બની હતી. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પાણી ભરેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યએ જીવ ગુમાવ્યો છે, જ્યારે બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જો કે, તેઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેથી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108ની ટીમ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માત અંગે સાણંદ GIDC પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application