પતિએ તમાકુ ખાવા બાબતે ઠપકો આપતા પત્નીએ ઝેરી દવા પી લીધી

  • September 13, 2024 01:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતી નવોઢાને પતિએ તમાકુ ઓછી ખાવાનું કહેતા આ બાબતે માઠુ લાગી જતા તેણે વાડીમાં જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યેા હતો. યારે કુવાડવા નજીક ફાળદગં ગામે પરિણીતાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા કોકીલાબેન રાહત્પલભાઈ તડવી (ઉં.વ.૨૦) નામના પરિણીતાએ વાડીમાં હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હળવદ બાદ વધુ સારવાર અર્થે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાને તમાકુની ટેવ હોય, જેથી પતિ રાહત્પલએ તમાકું ઓછી ખાવાનું કહેતા પરિણીતાએ પગલું ભયુ હતું.પરિણીતાના લ ત્રણ માસ પૂર્વે જ થયા છે. બે માસ પૂર્વે પરિવાર એમપીથી અહી પેટિયું રળવા આવ્યો છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
યારે અન્ય બનાવમાં રાજકોટના કુવાડવા નજીક ફાળદગં ગામે રહેતા સુનિતાબેન સામાભાઈ કરાડી (ઉં.વ.૨૬) નામના પરિણીતાએ ગઈ કાલે રાત્રીના સમયે વાડીમાં હતા ત્યારે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સુનીતાબેનના લ છ વર્ષ પૂર્વે થયા હતા તેઓ મૂળ એમપીના વતની છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News