સલમાનની કાર પર હુમલો કરવા માટેના હથિયારો પાકિસ્તાનથી આવવાના હતા

  • June 01, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અભિનેતા સલમાન ખાનને મારવાના વધુ એક કાવતરાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગે પનવેલમાં સલમાન ખાનની કાર પર હત્પમલો કરવાની યોજના બનાવી હતી. આ માટે પાકિસ્તાનના હથિયાર સપ્લાયર પાસેથી હથિયાર ખરીદવાની યોજના હતી. નવી મુંબઈ પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધીને ૪ લોકોની ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસને એવી સૂચના મળી હતી કે જેલમાં કેદ ગેંગસ્ટર બિશ્નોઈ, તેના કેનેડા સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને સહયોગી ગોલ્ડી બ્રાર સાથે મળીને પાકિસ્તાનના એક આમ્ર્સ ડીલર પાસેથી એકે–૪૭, એમ–૧૬ અને અન્ય અત્યાધુનિક હથિયારો ખરીધા હતા. તેનો ઉપયોગ અભિનેતા સલમાન ખાનને મારવા માટે કર્યેા હતો.
મળતી માહિતી અનુસાર, આ પ્લાનમાં તેમનો ઉદ્દેશ્ય સલમાન ખાનની કારને રોકવાનો અથવા ફાર્મહાઉસ પર હત્પમલો કરવાનો હતો. એ પણ બહાર આવ્યું છે કે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવા બદલ બે શૂટર્સની ધરપકડના એક મહિના પહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગની અલગથી રચના કરવામાં આવી હતી. નવી મુંબઈ પોલીસનું કહેવું છે કે બાતમીના આધારે પોલીસે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે અને અભિનેતા સલમાન ખાન પર હત્પમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે.


સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું
૧૪ એપ્રિલે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત ગેલેકસી એપાર્ટમેન્ટમાં સલમાનના ઘરની બહાર મોટરસાઈકલ સવાર બે લોકોએ ગોળીબાર કર્યેા હતો અને ફરાર થઈ ગયા હતા. આ હત્પમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈએ લીધી હતી. તાજેતરમાં, બિશ્નોઈ ગેંગના એક સભ્યની રાજસ્થાનમાંથી ગોળીબારમાં સામેલ હત્પમલાખોરોને કથિત રીતે આર્થિક મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ મોહમ્મદ રફીક ચૌધરી (૩૭) તરીકે થઈ છે. ફાયરિંગ કેસમાં ધરપકડ કરાયેલો તે પાંચમો આરોપી છે. તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી હતી કે ઓકટોબર ૨૦૨૩માં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનું કાવતં ઘડવામાં આવ્યું હતું. થોડા દિવસો બાદ બંને શૂટરોને પિસ્તોલ પહોંચાડાઈ હતી.
પોલીસ કસ્ટડીમાં એક આરોપીનું મોત થયું હતું


આ કેસના એક આરોપી અનુજ થપનનું ૧ મેના રોજ પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આરોપીએ ચાદર વડે ફાંસી લગાવી લીધી હતી. અનુજ થપનના મોતની તપાસ સીઆઈડીને સોંપવામાં આવી છે. અનુજ થાપન જ પંજાબથી બે પિસ્તોલ લાવ્યો હતો અને પનવેલમાં શૂટર્સને આપી ગયો હતો




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application