નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી હવે કેનેડામાં રહેતા અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપનારા આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાને કેનેડાથી ભારત લાવવાની મંજૂરી મળી ગઈ છે. પંજાબના મોહાલીની સ્પેશિયલ કોર્ટમાં એનઆઈએ દ્રારા આ અંગે દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂર કરવામાં આવી છે. કેનેડામાં રહીને અર્શદીપ પંજાબમાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓને વેગ આપતો હતો.
મંજૂરી મળ્યા બાદ એનઆઈએ હવે અર્શ ડલ્લાને ભારત લાવવા માટે આગળની પ્રત્યાર્પણ પ્રક્રિયા શ કરશે. ઇન્ટરપોલે ૩૧ મે ૨૦૨૨ના રોજ ડલ્લા વિદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં અર્શ ડલ્લાના પ્રત્યાર્પણની પણ વિનંતી કરવામાં આવી છે. જો કે, ડલ્લાને કેનેડાથી પ્રત્યાર્પણ માટે ભારતમાં લાવતા પહેલા, એનઆઈએએ કેનેડાની કોર્ટમાં તેના પરના તમામ આરોપો સાબિત કરવા પડશે, ત્યારબાદ તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ થશે. ૨૨ મે ૨૦૨૧ના રોજ પંજાબના મોગા જિલ્લામાં આતંકવાદી અર્શ ડલ્લા અને તેના નજીકના સાથીદારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. ૧૦ જૂન, ૨૦૨૧ના રોજ, એનઆઈએએ આ કેસ પોતાની પાસે ટ્રાન્સફર કર્યેા અને નવી ફરિયાદ નોંધી.આરોપ મુજબ અર્શ ડલ્લાએ એક આતંકી ગેંગ બનાવી હતી. લોકોના અપહરણ, ખંડણી અને હત્યાનું કાવતં રચવા માટે લવપ્રીત સિંહ ઉર્ફે રવિ, રામ સિંહ ઉર્ફે સોના અને કમલજીત શર્મા ઉર્ફે કમલ નામના સભ્યોની ગેંગમાં ભરતી કરવામાં આવી હતી. આ સિવાય અર્શ ડલ્લા પર ભારત વિરોધી ગતિવિધિઓનો પણ આરોપ છે. અર્શ ડલ્લા અને હરદીપ સિંહ નિરે જાન્યુઆરી ૨૦૨૨માં ચાર સભ્યોના કેટીએફ મોડુલની સ્થાપના કરી હતી.તાજેતરમાં ખાલિસ્તાની આતંકવાદી નિરની હત્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડા હતા. કેનેડાએ ભારતીય એજન્સીઓ પર હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. બંને દેશો વચ્ચેના રાજદ્રારી સંબંધો પણ બગડા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech