આજે રાષ્ટ્રપતિનું અભિભાષણ રજૂ થશે મોદી સરકારનું વિઝન

  • June 27, 2024 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સંસદના બંને ગૃહોમાં પોતાનું સંબોધન રજૂ કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરતી વખતે આગામી 5 વર્ષ માટે નવી સરકારના રોડમેપ્ની રૂપરેખા રજૂ કરશે.
બંધારણના અનુચ્છેદ 87 મુજબ, રાષ્ટ્રપતિએ દરેક લોકસભા ચૂંટણી પછી સત્રની શરૂઆતમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવું જરૂરી છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદના પ્રથમ સત્રમાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરે છે. રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર તેના કાર્યક્રમો અને નીતિઓની રૂપરેખા રજૂ કરે છે.
રાષ્ટ્રપતિના સંબોધન દ્વારા સરકાર પોતાની નીતિઓ અને કાર્યક્રમોને ગૃહ અને જનતા સમક્ષ લાવે છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી સરકાર બંને ગૃહોમાં આભાર પ્રસ્તાવ રજૂ કરશે. આ અંગે લોકસભા અને રાજ્યસભામાં ચચર્િ થશે. વડાપ્રધાન મોદી 2 કે 3 જુલાઈના રોજ આભાર પ્રસ્તાવ પર ચચર્નિો જવાબ આપી શકે છે.


આપ અભિભાષણનો બહિષ્કાર કરશે
આમ આદમી પાર્ટી રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરશે. ગઈકાલે કથિત દારુ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કયર્િ બાદ સીબીઆઈએ ઔપચારિક રીતે કોર્ટ પરિસરમાં તેમની ધરપકડ કરી હતી. આપ સાંસદ સંદીપ પાઠકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં વિરોધ કરવાની જાહેરાત કરી છે. સંદીપ પાઠકે કહ્યું છે કે આજે અમે અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને રાજ્યસભામાં વિરોધ કરીશું. અત્યાર સુધી અમે નક્કી કર્યું છે કે અમે રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરીશું કારણ કે બંધારણ અને રાષ્ટ્રપતિ બંને સર્વોપરી છે અને જ્યારે બંધારણનો ભંગ થાય છે, જ્યારે ન્યાયના નામે સરમુખત્યારશાહી હોય છે ત્યારે અવાજ ઉઠાવવાની જવાબદારી બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application