ભારતે T20 વર્લ્ડ કપ 2024નું ટાઈટલ જીતતાની સાથે જ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ પછી પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું. હવે આ યાદીમાં રવિન્દ્ર જાડેજાનું નામ પણ જોડાઈ ગયું છે. જાડેજાએ રવિવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે માહિતી આપી હતી.
રવિન્દ્ર જાડેજા લાંબા સમય સુધી ભારતીય ટીમ માટે રમ્યો હતો. તેની કારકિર્દીમાં પણ વર્લ્ડ કપનો અભાવ હતો અને જાડેજાએ આ વખતે આ અંતરને પુરું કર્યું. જો કે જાડેજા વનડે અને ટેસ્ટ રમવાનું ચાલુ રાખશે અને આઈપીએલમાં પણ તેનું શાનદાર પ્રદર્શન જોવા મળશે.
હંમેશા શ્રેષ્ઠ આપ્યું
જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને નિવૃત્તિની જાહેરાત કરી અને કહ્યું કે તે ગર્વ સાથે આ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છે. જાડેજાએ લખ્યું, "હું T20 ઇન્ટરનેશનલને અલવિદા કહી રહ્યો છું. મેં હંમેશા મારા દેશ માટે શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કર્યો છે અને અન્ય ફોર્મેટમાં પણ આવું કરવાનો પ્રયાસ કરીશ. T20 વર્લ્ડ જીતવાનું મારું સપનું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech