યુવકએ ફોટા વીડીયો વાયરલ કરવાની ધમકી આપતા પીડિતાએ જામનગરની 181 ટીમની મદદ લીધેલ

  • March 06, 2024 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવકએ ફોટા વીડીયો વાયરલ કરવાની ધમકી આપતા  પીડિતા એ 181 ટીમની મદદ લીધેલ

યુવતીને બ્લેકમેઇલ કરતા યુવકને 181 ટીમે કાયદાનું ભાન કરાવેલ

જામનગર શહેર ખાતે કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરાઁ અથઁમા  આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે  જેમાં , પીડીતા દ્વારા 181 માં ફોન કરી મદદ માંગેલ ને જણાવેલ છેલ્લા સાત માસથી તેઓ પ્રેમ સંબંધમાં બંધાયેલ હતા બાદમાં પીડીતાએ સંબંધ ટૂંકાવી નાખતા યુવક દ્વારા સંબંધ રાખવા ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી આપે છે અને અને ફોટો એડીટીંગ કરી બ્લેકમેલ કરે છે ને પૈસા માંગે છે આજે 1500 રૂપિયા લઈને બોલાવેલ છે એસટી બસ સ્ટેન્ડ પાછળ તેથી મદદની જરૂર છે

તુરંત જામનગર  અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીશ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના  સ્થળ પર પહાેચી  યુવતીને  આશ્વાશન  આપવામા આવેલ અને કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે જણાવેલ કે તેને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબર જસ્તી સબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલી ને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે તેવી રીતે દબાણ કરાય છે  આજે યુવકે મળવા બોલાવેલ હોય 1500 રૂપિયા સાથે લઈને આવવા જણાવેલ હોય  પરંતુ પીડિતાને ડર હોય કે યુવકને 181 ટિમ વિશે જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટા વિડિયો વાયરલ કરી નાખશે તેથી ૧૮૧ ટીમે સુજબુઝ વાપરી વાન દૂર ઉભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાય ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં  સમજણ આપેલ તેમજ ફોન માંથી ફોટા એડીટીંગ તેમજ વિડિયો ડીલીટ કરવા ભવિષ્યમાં ક્યારે યુવતી ને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ  અન ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે પીડિતાને  હેરાનગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ પરંતુ પીડિતા યુવકને કાયદાનું ભાન કરાવવા ઈચ્છતા હોય અને પોલીસ ફરિયાદ કરવા ઈચ્છતા હોવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં  આગળની કાર્યવાહી માટે લઈ જવામાં આવેલ.

આમ 181 ટીમ દ્વારા સૂજબુજ સાથે કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને બિરદાવી અને પીડિતા દ્વારા આભાર વ્યક્ત કરેલ




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application