મહાનગરપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસરએ આ અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે મ્યુનિ.ફૂડ બ્રાન્ચ દ્વારા લેવામાં આવેલ વિવિધ ખાદ્ય પદાર્થોના ચાર નમૂના લેબોરેટરી પરીક્ષણમાં મોકલ્યા હતા જેના પુથ્થકરણ રિપોર્ટમાં આ ચારેય સેમ્પલ સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયા હતા. જેમાં (૧) ધ સેન્ડવીચ અડ્ડા(ફૂડ ટ્રક), વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ, હેમુ ગઢવી હોલ પાસે, ટાગોર રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ બટર (લુઝ)ના સેમ્પલના પુથ્થકરણ રિપોર્ટમાં તીલ ઓઇલની (વેજીટેબલ ઓઇલ) હાજરી મળી આવતા નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. મેનુમાં બટર ઉપયોગ કરી બનાવતી ખાદ્યચીજોમાં હકીકતમાં બટર જેવા દેખાવ ધરાવતા ફેટ સ્પ્રેડ/માર્ગેરીનનો ઉપયોગ કરતાં હોવાનું જણાયેલ છે.
તેમણે ઉમેર્યું હતું કે ઉપરોક્ત ઉપરાંત ડીલાઇટ આઇસ્ક્રીમ, ગઢીયા એસ્ટેટ, ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, મહાદેવવાદી મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ પાન મસાલા ફલેવર્ડ આઇસ્ક્રીમ લુઝના નમૂનાની તપાસ કરતા પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. તદઉપરાંત ક્રીમઝેન આઇસ્ક્રીમ પ્રા.લિ., પાન એમ્પાયર, શોપ નં.-૫, સિલ્વર હાઇટ્સ સામે, નાનામવા રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ કેશર પિસ્તા આઇસ્ક્રીમ લુઝ સેમ્પલના પૃથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયો હતો, આ જ પેઢીમાંથી સ્ટ્રોબેરી આઇસ્ક્રીમ લુઝના સેમ્પલના
પૃથ્થકરણ રિપોર્ટમાં ટોટલ સોલીડ્સ તથા મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. આ બન્ને મામલે જે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના રેલનગર ફાયર બ્રિગેડ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૧૯ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech