પોરબંદરની પોલીસ કોલોની ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર’ અંતર્ગત ભોજેશ્ર્વર પ્લોટ પોલીસ કોલોની ખાતે પોરબંદર ટ્રફિક પોલીસ અધિકારી અઘેરા અને ક્રાઇમ બ્રાન્ચના જાડેજા પટેલના હસ્તે ૫૦ થી પણ વધુ વૃક્ષો રોપવામાં આવ્યા. પોરબંદરને વધુ ગ્રીન બનવાની આ મુહિમમાં પોરબંદર પોલીસ અધિકારી પણ જોડાયા. હાલ પોરબંદર મા રોજના ૨૦૦થી પણ વધુ વૃક્ષ રોપાઈ રહયા છે. ‘આપણું પોરબંદર ગ્રીન પોરબંદર’ અંતર્ગત ટૂંક સમય માં સમગ્ર પોરબંદરમા ના બધા મેઇન રોડ ગ્રીન થઈ ચૂકયા હશે. હાલ રિવરફ્રન્ટ થી બિરલારોડ ઇન્દિરા નગર રોડ સાન્દીપનિ રોડ પાગાબાપાના આશ્રમ રોડ, રતનપર રોડ રાજવીપાર્ટી પ્લોટ વિસ્તાર, ચોપાટી એસ ટી. રોડ ત્રણમાઈલથી માર્કેટ યાર્ડ સુધી આવી અનેક હાલ સુભાષનગરમાં ગ્રીનની કામગીરી ચાલુ છે આવી રીતે આવતા દિવસોમાં રેસીડેન્સી વિસ્તારમાં વૃક્ષોનું રોપણ કરવાનું કાર્ય ચાલુ થશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા ના પ્રમુખ રામદેભાઈ મોઢવાડીયા, પાયોનીયર ક્લબ પ્રમુખ પ્રવિણ ભાઈ ખોરાવા, કોર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર અને સમગ્ર ટીમની મેહનત અને પ્રકૃતિ વિશે લાગણી થી જે સંકલ્પ લીધો હતો તે ગ્રીન પોરબંદરનો તે હવે સાકાર થવા જઈ રહ્યો છે અને પોરબંદર ગ્રીન વધુ માં વધુ થઈ રહ્યું છે. આ કાર્યકમ મા ગ્રીન આર્મીના ટીમ મેમ્બરો ભરતભાઈ ઘાણી, પિયુષભાઈ મજીઠીયા, કાઉન્સીલર ધવલભાઈ જોશી, કોર્ડીનેટર ધર્મેશભાઈ પરમાર, મહિલા અગ્રણી મિતાબેન થાનકી, ભરતભાઈ દત્તા ગ્રીન આર્મી ના મેમ્બરો હાજર રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMઆજનું રાશિફળ: આ રાશિના લોકોને આજે કેટલાક સારા સમાચાર મળશે, નાણાકીય લાભની ટકાવારીમાં વધારો થશે
November 14, 2024 08:57 AMખ્યાતિ હોસ્પિટલ વિવાદ: પોલીસે હોસ્પિટલના તમામ સંચાલકો વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ
November 13, 2024 11:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech