રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર, રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર, વરસાદ પ્રભાવિત 9 જિલ્લામાં કુલ 16 હજારથી વધુ લોકોનું કરાયું સ્થળાંતર

  • September 19, 2023 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત ૩-૪ દિવસોના પ્રમાણમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ, જ્યારે માત્ર ૩ જ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકા પૂર્ણ થયો.


 ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાની વાત કરીએ તો વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮ જિલ્લાના ૧૦૭૯ લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૦ અને SDRFની ૧૦ ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ ૫ ટીમ NDRFની અને SDRFની ૧૩ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.


ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે તેને પણ ઝડપભેર મરામત કરી ફરી શરૂ કરવા તંત્ર દ્વારા ખડેપગે રહી કામગીરી કરવામાં આવી રહી છે. 


ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા ત્વરાએ ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે બાકીના ૯૩ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application