કોઠારીયા રોડ પર રહેતા અને સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં કારખાનું ધરાવનાર કારખાનેદારના રાત્રીના બંધ કારખાનામાંથી સવા લાખની કિંમતના કોપર વાયરના ચાર બાચકા ચોરી થયા અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીના આ બનાવવાની લઈ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી એક શકમંદને ઉઠાવી લીધો હોવાનું જાણવા મળ્યું છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર ધારેશ્વર મંદિરવાળી શેરીમાં આસોપાલવ શેરી નંબર-5 માં રહેતા ઘનશ્યામભાઈ ભરતભાઈ સખીયા (ઉ.વ 26) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને કોઠારીયા સોલવન્ટ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયા 66 ફૂટ મેઇન રોડ પર શ્રીજી ઈલેક્ટ્રીક એન્ડ પાવર ટુલ્સ નામનો કારખાનું આવેલું છે.
ગત તારીખ 21/9 ના રાત્રીના તેઓ અહીં કારખાનના શટ્ટરને તાળું મારી ઘરે ગયા હતા બીજા દિવસે સવારે 08:15 વાગ્યે કારખાને આવતા શટ્ટર ખોલી અંદર પ્રવેશ કરતા શેડના ઉપરના ભાગે આવેલ પતરૂ તૂટેલી હાલતમાં હોય જેથી કારખાનામાં તપાસ કરતા પાછળનાભાગે આવેલ કોપર વાયરના ચાર બાચકા જેનું વજન આશરે 120 કિલો હોય જે અંદાજિત રૂપિયા 1.25 લાખની કિંમતના હોય આ બાચકા જોવા મળ્યા ન હતા. આજુબાજુ તપાસ કરતા ક્યાંય કોપર વાયર જોવા મળ્યો ન હતો. જેથી જ રાત્રિના અહીંથી કોઈ સવા લાખની કિંમતના કોપર વાયરની ચોરી કરી ગયું હોવા અંગે તેમણે આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
ચોરીના આ બનાવને લઈ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જી.રાણા તથા તેમની ટીમને તપાસ હાથ ધરી આ ચોરી પ્રકરણમાં શકમંદને ઉઠાવી લઇ તેની પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech