રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં અલગ– અલગ બે મંદિરોને તસ્કરે નિશાન બનાવી મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરી ગયો હતો. એક મંદિરમાંથી . ૩૫,૦૦૦ ના છત્તરની યારે અન્ય મંદિરમાંથી પિયા ૩૦,૦૦૦ ના ચાંદીના છત્તરની ચોરી કરી આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં બે અલગ–અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફટેજના આધારે બંને મંદિરમાંથી ચોરી કરનાર સામાકાંઠા વિસ્તારમાં રહેતા શખસને સકંજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર બેડી ગામમાં રહેતા જસમતભાઈ ઘોઘાભાઈ સાજરીયા(ઉ.વ ૫૦) દ્રારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ઘરની બાજુમાં જ્ઞાતિના કુળદેવી મોમાઈ માતાનો મઢ આવેલો છે. જેની તેઓ સેવાપૂજા કરે છે.
ગત તારીખ ૧૮૬૨૦૨૪ ના વહેલી સવારના સાતેક વાગ્યે તેઓ અહીં માતાજીના મંદિરે દિવાબત્તી કરવા માટે ગયા હતા. બાદમાં અહીં દરવાજો બધં કરી ઘરે આવી ગયા હતા. ૧૦:૩૦ વાગ્યા આસપાસ કુટુંબીભાઈ મોહન સાજરીયા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, માતાજીના મઢ ખાતે તેઓ દર્શન કરવા જતા મઢ ઉપર છત્તર જોવામાં આવ્યું ન હતું.
જેથી ફરિયાદી તુરતં અહીં પહોંચ્યા હતા અને જોતા મોમાઈ માતાજી ઉપર રાખેલ ચાંદીનું છત્તર ૫૦૦ ગ્રામ કિં. . ૩૫,૦૦૦ ની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. જેથી આ અંગે તેમણે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.યારે આ પૂર્વે ગત તારીખ ૨૬૨૨૦૨૪ ના પણ અહીં બેડી ગામે ધાર્મિક સ્થળે ચોરીની ઘટના બની હતી. જે અંગે નવઘણ સિંગાભાઈ ગોલતર (રહે બેડી) દ્રારા આજે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, બેડી ગામમાં બે મુખવાળા મેલડી માતાજીનું મંદિર આવેલું છે જેમાં તેઓ સેવાપૂજા કરે છે. તારીખ ૨૬૨૨૦૨૪ ના સવારના સાતેક વાગ્યે તેઓ અહીં મંદિરે દિવાબત્તી કરવા માટે ગયા હતા. બાદમાં દરવાજો બધં કરી ઘરે આવી ગયા હતા. સાંજના છેક વાગ્યા આસપાસ તેઓ ફરી અહીં દિવાબત્તી કરવા જતા માતાજીના મંદિર ઉપર જણાવેલ ચાંદીના નાના–મોટા છત્તર આશરે ૪૫૦ ગ્રામ કિંમત પિયા ૩૦,૦૦૦ ની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું.
બેડી ગામમાં મંદિરમાં થયેલી ચોરીની આ ઘટનાઓને લઈ કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર. રાઠોડની રાહબરીમાં ટીમે સીસીટીવી ફટેજના આધારે તપાસ શ કરી હતી. બંને ચોરીમાં એક જ શખ્સ શંકાસ્પદ હીલચાલ કરતો નજરે પડો હતો. પોલીસે આ ફટેજના આધારે આ શખસને ઓળખી કાઢી ભગીરથ સોસાયટીમાં રહેતા આ શખસને ઝડપી લીધો હતો. સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તેણે આ બે મંદિર સહિત નવ જેટલી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech