સિકકામાં લોખંડ પ્લેટોની ચોરીનો ભેદ ખુલ્યો

  • May 20, 2023 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સની મુદામાલ સાથે ધરપકડ કરતી પોલીસ

સિકકા દરીયાકિનારે બાર્ઝની બાજુમાં લોખંડની આશરે ૩૦૦ કીલો જેટલી પ્લેટોની ચોરી થઇ હતી, જેનો ભેદ ગણતરીમાં સિકકા પોલીસે ઉકેલી એક શખ્સને મુદામાલ સાથે દબોચી લીધો હતો.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ જામનગર જીલ્લામાં દાખલ થયેલ ચોરીના અનડીટેક ગુના શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલી દ્વારા જીલ્લામાં અનડીટેકટ ગુના ડીટેકટ કરી આરોપીઓને શોધી મુદામાલ રિકવર કરી ફરીયાદીને પરત અપાવવા સુચના કરવામાં આવેલ તેમજ ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલા તથા સર્કલ પીઆઇ એમ.આર. રાઠવાના માર્ગદર્શન મુજબ સિકકા પોલસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. સરવૈયાની સુચના તેમજ માર્ગદર્શન મુજબ સિકકા પોલીસ સ્ટેશનના કલમ ૩૭૯ મુજબનો અનડીટેકટ ગુનો ડીટેક કરવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા તથા રઘુવીરસિંહ જાડેજાને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સિકકા ના ૩૭૯ મુજબના કામે ચોરી થયેલ લોખંડની પ્લેટો આરોપી આમીન બસીર ભાયા રહે. સિકકા હાઉસીંગ બોર્ડ, ખાણની બાજુમાં વાળાએ સિકકા દરીયાકીનારે આવેલ સકરપીરની દરગાહ સામે ઝાડીઓમાં છે જેથી આરોપીને મુદામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ તમામ મુદામાલ લોખંડની પ્લેટો નાની આશરે ૨૯૫ કીલો, કી. રુા. ૧૧૮૮૦ રિકરવ કરી પો.હેડ કોન્સ જે.એમ. જાડેજાએ હસ્તગત કરી આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application