શહેરના સિંધુનગર, મસાણી મેલડીમાંના મંદિરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

  • April 14, 2025 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના  સિંધુનગરવિસ્તારના  મસાણી મેલડીમાંના મંદિરેથી  થયેલ ચોરીના ગુન્હાનો ભેદ એલસીબીએ ઉકેલી રૂ.૨૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો હતો.
 ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, સંતોષ તેરસીંગભાઇ પારગી રહે.રાણીકા, ભાવનગર ભુરા-સીલ્વર કલરનું પેશન મોટર સાયકલ નંબર-ૠઉં-૦૪-ઉછ ૮૪૮૧ લઇને ભાવનગર શહેરના ,તેલઘાણી કેન્દ્દ પાસે આવેલ સિધ્ધ હનુમાનજી મંદિરવાળા ખાંચામાં ઉભેલ છે.તેની પાસે રહેલ મોટર સાયકલ તથા તેની પાસે રોકડ રકમ છે.જે મોટર સાયકલ તથા રોકડ રકમ તે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરી 
 શંકાસ્પદ મુદ્દામાલ સાથે  શખ્સ હાજર મળી આવેલ. તેની પુછપરછ કરતા  આ મોટર સાયકલ તેની મમ્મીના નામે છે. પણ હાલ કાગળો નથી. અને  રોકડ રકમ પોતે છએક દિવસ પહેલાં ઉપરોકત મોટર સાયકલ લઇને મોડી રાતે ભાવનગર, સિંધુનગર સ્મશાન પાસે આવેલ મસાણી મેલડીમાંના મંદિરે માતાજીના ફોટા ઉપર રૂ.૫૦૦ની નોટનો હાર ચડાવેલ તેની ચોરી કરેલ તે રૂપિયા હોવાની કબુલાત આપતા  સંતોષ તેરસીંગભાઇ પારગી (ઉ.વ.૨૪ રહે.વાલજીભાઇની ઘંટી પાસે, ઘાસલેટવાળો ડેલો, રાણીકા, ભાવનગર)ને ઝડપી લઈ  ભુરા-સીલ્વર કલરનું હિરો કંપનીનું પેશનનંબર-ૠઉં-૦૪-ઉછ ૮૪૮૧ મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦ અને  રૂ.૫૦૦ ના દરની ૪૯ નોટ  કિ.રૂ.૨૪,૫૦૦ મળી કુલ રૂ.૪૪,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સામે ભાવનગર શહેર,ઘોઘા રોડ પોલીસ મથકમાં  ગુ.ર.નં.૦૭૧૭/૨૦૨૫ ઇ.ગ.જ. કલમ:-૩૦૩(૨) મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં  પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ  વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા અને માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application