દેશના ૧૭ સ્થળોએ તાપમાન ૪૮ ડિગ્રીને પાર પહોંચી ગયુ

  • May 28, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમવારે દેશમાં ૧૭ સ્થળોએ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું. ઉત્તર–પશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગોમાં સતત ગરમીના કારણે લોકોના આરોગ્ય અને આજીવિકાને અસર થઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે ત્રણ દિવસ પછી આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાની અપેક્ષા છે. તેમણે કહ્યું હતું કે અરબી સમુદ્રમાંથી આવતા પશ્ચિમી વિક્ષેપ અને ભેજને કારણે દેશના ઉત્તર–પશ્ચિમ અને મધ્ય ભાગોમાં વાવાઝોડાની અને પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વરસાદની સંભાવના છે, જે લોકોને ગરમીથી રાહત આપી શકે છે

દિલ્હીમાં ગરમીનું મોજૂં યથાવત છેે
રાષ્ટ્ર્રીય રાજધાનીમાં આકરી ગરમી ચાલુ છે અને ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. હવામાન કચેરીએ જણાવ્યું કે સોમવારે દિલ્હી માટે 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું હતું અને તે આગામી ત્રણ દિવસ સુધી યથાવત રહેશે. આઈએમડીએ જૂનમાં ઉત્તર–પશ્ચિમ ભારત અને મધ્ય પ્રદેશના આસપાસના ભાગોમાં વધુ સંખ્યામાં ગરમીના દિવસોની આગાહી કરી છે. મહાપાત્રાએ કહ્યું કે, જૂન મહિનામાં સામાન્ય રીતે ઉત્તર–પશ્ચિમ ભારતમાં ત્રણ દિવસ ગરમીનું મોજું રહે છે, પરંતુ આ વખતે આવી સ્થિતિ આ વિસ્તારોમાં વધુ બે–ચાર દિવસ રહી શકે છે, એટલે કે ત્યાં એવી ધારણા છે. આ વિસ્તારોમાં ચારથી છ દિવસ સુધી તીવ્ર ગરમીનું મોજું રહેશે. તેમણે કહ્યું કે દક્ષિણ દ્રીપકલ્પના ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં સમગ્ર દેશમાં જૂન મહિનામાં મહત્તમ તાપમાન સામાન્યથી સામાન્ય કરતાં વધુ રહેવાની ધારણા છે. સોમવારે ૧૭ સ્થળોએ તાપમાન ૪૮ ડિગ્રીને પાર થતાં લોકોએ જીવલેણ ગરમીનો સામનો કરવો પડો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application