રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની નબળી કામગીરી સામે શિક્ષકોએ પ્રશ્ન ઉઠાવી ગાંધીનગર સુધી ફરિયાદનો ધોધ વહાવ્યો છે. રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ સ્કૂલ ટીચર એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે કમિશનર ઓફ સ્કૂલ્સ ને લેખિત ફરિયાદ કરતા શિક્ષણ જગતમાં હલચલ મચી જવા પામી છે.
શિક્ષકોના સહાયક પ્લેટફોર્મ ગણાતા જિલ્લા ગ્રાન્ટેડ સ્કૂલ ટીચર્સ એસોસિએશનના સભ્યોએ રાજકોટ જિલ્લાના શિક્ષણ અધિકારી ની નામજોગ કરેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમની નિમણૂકને સાત મહિનાનો સમય થઈ ગયો છે તેમ છતાં હજુ શિક્ષકોના પ્રાથમિક પ્રશ્નો ઉકેલવામાં તેઓ સતત નિષ્ફળ રહ્યા છે તો સાથોસાથ શાળાઓમાં ફાયર સેફ્ટીના નિયમોને નેવે મૂકી ધમધમતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી.
વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષકોના પ્રાણ પ્રશ્નો જેવા કે ઇજાફા, ઉચ્ચતર પગાર ધોરણ કેમ્પ, નિવૃત્તિ પેન્શન કેસ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અને શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે સાત મહિના સુધી હજુ કોઈ કાર્યવાહી કરી શક્યા નથી.
શૈક્ષણિક વર્ષ 2024 25 માં રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના આપણે 45 જેટલા શિક્ષકો વય મયર્દિા ના કારણે નિવૃત્ત થવા જઈ રહ્યા છે ત્યારે આ શિક્ષકોના હાયર ગ્રેડ, પેન્શન પેપર વર્ક, ઇજાફા અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ 10 મહિનાથી કોઈ કેમ્પ કે કાર્યવાહી પણ કરી નથી.
તાજેતરમાં રાજકોટની ભાગોળે ઝડપાયેલી નકલી શાળા બાદ હજુ પણ શહેરમાં ખૂણે ખાચરે આવી ડમી શાળાઓ ધમધમે છે, ટીઆરપી કાંડ બાદ શહેરમાં અનેક શાળાઓ નીતિ નિયમોનું પાલન કરતી નથી તેવી શાળાઓ સામે પણ પગલાં લેવામાં ડી ઇ ઓ ફેઈલ રહ્યા હોવાનું શિક્ષકોએ ત્રણ સણસણતો આક્ષેપ કર્યો છે.
આ બાબતે જિલ્લા ગ્રાન્ટેડ સ્કૂલ ટીચર એસોસિએશન દ્વારા ગાંધીનગર ઉપરાંત શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, મુખ્યમંત્રી અને બોર્ડના ચેરમેન સુધી રજૂઆત કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech