સાગર પરમાર
પીએમ મોદીના ડિ્રમ પ્રોજેકટ પૈકીના રાજકોટની એઈમ્સ હોસ્પિટલને બદનામ કરવા અને અધિકારીઓ ઉપર ખોટા આક્ષેપ કરી પ્રતિાને નુકશાન પહોંચાડનાર એઇમ્સનીના જ મહિલા પ્રોફેસર સામે શિસ્તભગં સહિતની કાર્યવાહી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. અને આ સજાની જોગવાઇમાં મહિલા પ્રોફેસરને બરતરફ પણ કરવામાં આવી શકે છે.
રાજકોટ એઇમ્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડએ રાજકોટ એઇમ્સના તત્કાલીન ડાયરેકટર ડો.સી.ડી.એસ. કટોચ, ડીન, એચઓડી, એડમીન ઓફિસર જયદેવસિંહ વાળા સહિતના ચાર વ્યકિતઓ સામે પોતાની સાથે લિંગ આધારિત ભેદભાવ, ગુંડાગીરી, અને ઉત્પીડન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથેની અરજી કલેકટર રાજકોટને કરી હતી અને એ ૩૦ ઓગસ્ટના પોલીસ કમિશનરને ટ્રાન્સફર કરવામાં આવતા વિસ્તાર ગાંધીગ્રામ પોલીસમાં આવતો હોવાથી અરજી ગાંધીગ્રામ પોલીસમાં મોકલી આપવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસને મળેલી અરજી અનુસંધાને પોલીસે મામલો સંસ્થાકીય હોય આથી સંસ્થાની તપાસ કમિટી નીમી તેના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. આ સાથે મહિલા પ્રોફેસરએ કમ્પ્લેન એઇમ્સની વુમન સેલમાં કરી હતી પરંતુ યોગ્ય જવાબ ન મળતા પીએમ પોર્ટલ ઉપર કમ્પ્લેઇન કરી હતી. આથી દિલ્હી સ્થિત આરોગ્ય મંત્રાલય દ્રારા તપાસના આદેશ કરવામાં આવ્યા જેના પગલે એઇમ્સની પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને કમિટી દ્રારા લાંબી તપાસના અંતે સવિસ્તૃત અહેવાલ એઇમ્સની આઈસીસી (ઇન્ટરનલ કમ્પ્લેઇન કમિટી)ને મોકલી આપવામાં આવ્યો હતો. આઈસીસી દ્રારા તપાસ કમિટીના રિપોર્ટ અને લેડી પ્રોફેસરએ જે આક્ષેપો કર્યા હતા તેના ડોકયુમેન્ટરી પુરાવા રજૂ કરવા માટે જણાવાયું હતું પરંતુ પુરાવા રજુ કરી ન શકતા તેણીએ કરેલા આક્ષેપો માત્ર કાલ્પનિક, પાયા વિહોણા અને બદલાની ભાવનાથી કર્યા હોવાનું સાબિત થાય છે.
તેમજ નિર્માણાધીન રાષ્ટ્ર્રીય સંસ્થાની પ્રતિાને જ નહીં, પરંતુ વહીવટકર્તાઓ, ખાસ કરીને વહીવટી અધિકારીની પ્રતિાને પણ નુકશાન પહોંચાડયુ છે. વધુમાં ડો.વંદિતા સિંહે વારંવાર ડીઓપીટીની સૂચનાઓનો અનાદર કર્યેા છે, અને સંસ્થાના પ્રોટોકોલ તોડીને ઉચ્ચ અધિકારીઓ અને અન્ય એજન્સીઓને સીધી રજૂઆતો કરી છે. જે બાબતને ગંભીર ગણવામાં આવી છે. આથી તેણી સામે શિસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરવામાં આવે છે આ ઉપરાંત સીસીએસના નિયમો ૧૯૬૪ ના નિયમ ૩ (૧) (૨) ની જોગવાઈઓને ધ્યાનમાં લઇ એઇમ્સ અધિનિયમ અને નિયમોનું સીધું ઉલ્લંઘન પણ કયુ આથી મહિલા પ્રોફેસરને બરતરફ કરવા સુધીની સજાની જોગવાઈ છે. જો કે હાલમાં એઈમ્સના પ્રેસિડેન્ટ તરીકેની જગ્યા ખાલી હોવાથી સજાનો નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. મહિલા પ્રોફેસરને ખોટી અરજી અને બદનામ કરવાની દુષ્પ્રેરણા આપવા પાછળ પણ કેટલાક અંદરના અને બહારના જ વ્યકિતઓની સંડોવણી હોવાની પણ ચર્ચા છે. પરંતુ હાલ તો હાથો બનેલા મહિલા પ્રોફેસર ઉપર સજાની તલવાર લટકી રહી છે
એઈમ્સની વહીવટી સહિતની કાર્યપધ્ધતિને ખોરંભે ચડાવાઈ
મહિલા પ્રોફેસરની પાયા વિહોણી અરજીના આધારે મીડિયામાં પ્રસિધ્ધ થયેલા સમાચારોના કારણે એઈમ્સના નિર્માણ સમયથી કાર્યરત એઈમ્સના સૌ પ્રથમ એકિઝકયુટિવ ડાયરેકટર ડો.કર્નલ સી.ડી.એસ.કટોચ, વહીવટી અધિકારી જયદેવસિંહ વાળાની શાખ ઉપર દાગ લાગ્યો હતો જેના કારણે જયદેવસિંહ વાળાનું એકસટેન્સન ગુજરાત સરકારમાંથી રદ કરી આ જગ્યા ખાલી કરવામાં આવી હતી. જયારે આક્ષેપોના પગલે વ્યથિત એકિસકયુટિવ ડાયરેકટર ડો.સીડીએસ કટોચએ આરોગ્ય મંત્રાલયમાં રાજીનામુ મૂકયું હતું જે મંજુર ન થતા લાંબી રજા ઉપર ઉતરી ગયા હતા. આથી એઇમ્સનો ચાર્જ જોધપુર એઈમ્સના ડાયરેકટને સોંપવામાં આવ્યો છે. આમ સુ વ્યવસ્થિત ચાલતી એઇમ્સની વહીવટી સહિતની કાર્યપદ્ધતિમાં પણ વિક્ષેપ ઉભો કરવામાં આવતા કેટલીક આંતરિક અને બાહ્ય બાબતે નુકસાન થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech