વાવાઝોડું કાલે ૧૩૫ કિલોમીટરની ઝડપે દરીયાકાંઠે ટકરાશે

  • May 25, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં ઉદભવેલું વાવાઝોડું નોર્થ, નોર્થ –વેસ્ટ દિશામાં પ્રતિ કલાકના આઠ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે અને આવતીકાલે સાંજે ચાર થી છ વચ્ચે તે પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ અને બાંગ્લાદેશના ખેપુપારાના દરિયા કાંઠા વચ્ચે ટકરાશે.

ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના બુલેટિનમાં જણાવવામાં મુજબ આજે આ વાવાઝોડું દરિયામાં છે અને પ્રતિ કલાકના ૭૫ થી ૯૦ કીલોમીટરની સ્પીડે પવન ફકાય છે. કાલે સાંજે યારે તે લેન્ડફોલ કરશે ત્યારે તેની ગતિ પ્રતિ કલાકના ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની રહેશે અને અમુક તબક્કે તે વધીને ૧૩૫ કિલોમીટર સુધી પહોંચી જશે

વાવાઝોડા અને અન્ય સિસ્ટમના કારણે અનેક રાજ \યોમાં વરસાદ
બંગાળની ખાડીમાં વાવાઝોડું, આસામ, મધ્ય પ્રદેશ, બિહાર સહિતના અનેક રાયોમાં સકર્યુલેશન અને તે પ્રકારની સિસ્ટમના કારણે વરસાદ શ થયો છે. એકધારી ગરમી પછી વરસાદની સિસ્ટમ સક્રિય બનતા લોકોને ભારે રાહત થઈ છે. દક્ષિણના રાયોમાં તો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ જુદી જુદી સિસ્ટમના કારણે અંદામાન નિકોબાર લક્ષદીપ અણાચલ આસામ મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ બંગાળ ઝારખડં ઓડિશા ઉત્તરાખડં હિમાચલ પ્રદેશ જમ્મુ કશ્મીર મધ્ય પ્રદેશ કોકણ ગોવા મહારાષ્ટ્ર્ર મરાઠાવાડ છત્તીસગઢ આંધ્રપ્રદેશ તેલંગાના તામિલનાડુ કર્ણાટક કેરલામાં વરસાદ થઈ રહ્યો છે અને આગામી ચાર પાંચ દિવસ સુધી હજુ અનેક રાયોમાં વરસાદની આગાહી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસુ આગળ વધી રહ્યું છે અને અંદામાન નિકોબાર ટાપુઓ ઉપરાંત બંગાળની ખાડીના અને અરબી સમુદ્રના અમુક ભાગમાં તે પહોંચી ચૂકયું છે.

ભેજમાં વધારો થતાં સવારે ગરમીમાં રાહત: લઘુતમ તાપમાન પણ ઘટશે
દિવસના પ્રારભં સાથે જ સૂર્યનારાયણના પ્રકોપનો સામનો કરવાના બદલે આજે સવારે રાજકોટ સહિત રાયના અનેક શહેરોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જતા અને આકાશમાં લોઅર લેવલે ભેજવાળા વાદળો ચડી આવતા લોકોને ગરમીમાં પ્રમાણમાં રાહત થઈ છે.ગરમીથી રાહતના બીજા અણસાર આજે એ મળ્યા હતા કે દરરોજ સવારે લઘુતમ તાપમાન ૩૦ થી ૩૨ ડિગ્રી જેટલું સરેરાશ રહેતું હોય છે પરંતુ આજે અમદાવાદ અને ગાંધીનગર સિવાય સમગ્ર રાયમાં લઘુતમ તાપમાન ૩૦ ડિગ્રી નીચે રહ્યું છે. સવારે ૮:૩૦ વાગ્યે લઘુતમ તાપમાનની જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં સરેરાશ એક થી દોઢ ટકા જેટલો ઘટાડો આજે જોવા મળ્યો છે.
વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો દ્રારકામાં ૮૧ ઓખામાં ૭૭ પોરબંદરમાં ૭૦ રાજકોટમાં ૭૨ સુરેન્દ્રનગરમાં ૭૬ વેરાવળમાં ૮૪ ડીસામાં ૬૪ દીવમાં ૬૯ સુરતમાં ૬૯% ભેજ નોંધાયો છે શુક્રવારે સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન દાહોદમાં ૪૬.૬ ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં ૪૫.૫ અમરેલીમાં ૪૩.૮ વડોદરામાં ૪૪ ભાવનગરમાં ૪૨ ભુજમાં ૪૨.૫ છોટાઉદેપુરમાં ૪૪ ડાંગમાં ૪૧.૧ દિશામાં ૪૪.૮ ગાંધીનગરમાં ૪૫.૫ નર્મદામાં ૪૨.૩ રાજકોટમાં ૪૨.૭ અને સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટ સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનના મામલે સામાન્યથી એકાદ ડિગ્રી જેટલો ઘટાડો ગઈકાલે નોંધાયો હતો. હવામાન ખાતાના બુલેટિનમાં જણાવ્યા મુજબ સોમવારથી મહત્તમ તાપમાનમાં ચાર દિવસમાં ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે.દરમિયાનમાં હવામાન ખાતાએ આજે સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ બોટાદ કચ્છ અમદાવાદ ગાંધીનગર આણદં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા અને છોટા ઉદેપુરમાં ગરમી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હિટ વેવનું રેડ એલર્ટ પણ આજ માટે જાહેર કરાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application