રાજકોટના કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ ચોક પાસે એક બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. XUV કાર ચાલકે નશાની હાલતમાં વાહન ચલાવી એક કાર, એક રીક્ષા અને એક બાઈકને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ડૉ. રાજ ગામી કાર ચલાવી રહ્યો હતો અને નશાની હાલતમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
આ ઘટના અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાર ચાલક ખૂબ જ બેફામ રીતે ગાડી ચલાવી રહ્યો હતો અને અચાનક જ તેણે અન્ય વાહનોને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ કાર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને પકડી લીધો હતો. પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવા બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન અને બેફામ ડ્રાઇવિંગના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. પોલીસ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech