મોદી૩.૦ની આશાએ શેરબજાર ૨૦૦૦ પોઈન્ટ ઉછળ્યું

  • June 03, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય શેરબજારમાં આજે બમ્પર ઉછાળો જોવા મળી રહ્યો છે અને તેના સંકેતો બજારના પ્રી–ઓપનિંગમાં જ જોવા મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી માટેના એકિઝટ પોલના અંદાજને કારણે શેરબજારમાં ભારે ઉથલપાથલ છે. બીએસઈ સેન્સેકસ ૨,૬૨૧.૯૮ પોઈન્ટ અથવા ૩.૫૫ ટકાના વધારા સાથે ૭૬,૫૮૩ ના સ્તર પર ખુલ્યો. આ તેનું અત્યાર સુધીનું સર્વેાચ્ચ સ્તર છે. સવારે ૯ વાગ્યે પ્રી–ઓપનમાં નિટીમાં પણ ૧૦૦૦ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. એકિઝટ પોલના અંદાજો જાહેર થયા ત્યારથી પ્રી–ઓપન સત્રમાં આ વધારો અપેક્ષિત હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ત્રીજી વખત પુનરાગમનની આગાહી કરવામાં આવી હતી.



પ્રી–ઓપનિંગમાં જ ૨૦૦૦ પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ્ર થાય છે કે એકિઝટ પોલ બાદ આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે. સેન્સેકસ ૨૫૯૬ પોઈન્ટ અથવા ૩.૫૧ ટકાના ઉછાળા બાદ ૭૬૫૫૭ ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. એનએસઈ નો નિટી ૮૦૬.૯૦ પોઈન્ટ અથવા ૩.૫૮ ટકા વધીને ૨૩,૩૩૭.૬૦ ના સ્તર પર હતો.



બજારના પ્રી–ઓપનિંગ પહેલા જ ગિટ નિફટીએ આજે રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચીને શેરબજાર માટે મોટા સંકેતો આપ્યા હતા. ગિટી નિટી ૮૨૩.૫૦ પોઈન્ટ અથવા ૩.૬૨ ટકાના વધારા સાથે ૨૩૫૨૪.૫૦ પર જોવામાં આવી હતી. આ રીતે, આજે ૩ જૂન, ૨૦૨૪ ના રોજ, ગિટી નિટી પ્રથમ વખત ૨૩૫૦૦ ની ઉપર ગયો છે.



છેલ્લા ટ્રેડિંગ સાહમાં શેરબજારમાં ભારે વધઘટ જોવા મળી હોવા છતાં, આ હોવા છતાં સેન્સેકસ અને નિટીએ તેમના નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યેા હતો. જોકે, ગયા શુક્રવારે બોમ્બે સ્ટોક એકસચેન્જનો સેન્સેકસ ૭૬ પોઈન્ટના મામૂલી વધારા સાથે ૭૩,૯૬૧.૩૧ પર બધં થયો હતો, યારે નેશનલ સ્ટોક એકસચેન્જનો નિટી ૪૨ પોઈન્ટના વધારા સાથે ૨૨,૫૩૦.૭૦ પર બધં થયો હતો. નોંધનીય છે કે સેન્સેકસનો સર્વકાલીન ઉચ્ચ સ્તર ૭૬,૦૦૯.૬૮ છે, યારે નિટીનો ૫૨ સાહનો ઉચ્ચ સ્તર ૨૩,૧૧૦.૮૦ છે.વર્ષ ૨૦૧૯ માં, યારે એકિઝટ પોલમાં ૩૦૦ થી વધુ બેઠકો પર ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી, ત્યારે શેરબજારમાં ૧.૪૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application