શેરબજારમાં કડાકો: સેન્સેકસ ૬૭૭ પોઈન્ટ ડાઉન થઇ ૭૯૨૬૬ના સ્તરે આવી ગયો

  • January 03, 2025 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે આવેલી તોફાની તેજી બાદ આજે શેર માર્કેટ ડાઉન થયું છે. સેન્સેકસ–નિફટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેકસમાં ૬૭૭ પોઈન્ટનો ઘટાડો થયો છે અને તે ૭૯૨૬૬ના સ્તર પર આવી ગયો છે. યારે, નિટીએ ઘટાડા સાથે સદી ફટકારી છે. નિટી ૧૮૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૧૨૯ ઉપર આવી ગયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના ત્રીજા કવાર્ટરના પરિણામો આવતા અઠવાડિયે આવવાના છે. તે પહેલા બેંક અને આઈટી શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. બેન્ચમાર્ક ઇકિવટી સૂચકાંકો સેન્સેકસ અને નિટીમાં આજે શઆતના વેપારમાં ઘટાડો થયો હતો. સેન્સેકસમાં ટેક મહિન્દ્રા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, ઈન્ફોસિસ, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા અને એચડીએફસી બેંક સૌથી વધુ ઘટા હતા. એનટીપીસી, ટાટા મોટર્સ, નેસ્લે અને અદાણી પોટર્સના શેરમાં વધારો નોંધાયો હતો.
એશિયન બજારોમાં સિઓલ અને હોંગકોંગમાં ઉછાળો જોવા મળ્યો હતો યારે શાંઘાઈમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ઘણા દિવસોથી નેટ સેલર રહ્યા બાદ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) ગઈકાલે ખરીદદાર બન્યા હતા. એકસચેન્જ ડેટા અનુસાર, તેણે . ૧,૫૦૬.૭૫ કરોડના શેર ખરીધા હતા.
વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૩૦ ટકા વધીને ૭૬.૧૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ગઈકાલે સેન્સેકસ ૧,૪૩૬.૩૦ પોઈન્ટ અથવા ૧.૮૩ ટકા ઉછળીને ૭૯,૯૪૩.૭૧ પર બધં રહ્યો હતો, જે એક મહિના કરતાં વધુ સમયનો તેનો શ્રે સિંગલ–ડે વધારો હતો. નિટી ૪૪૫.૭૫ પોઈન્ટ અથવા ૧.૮૮ ટકા વધીને ૨૪,૧૮૮.૬૫ પર પહોંચ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application