આજકાલની જીવનશૈલીને કારણે મોટાભાગે દરેક વ્યક્તિ વધતા વજનની સમસ્યાથી પીડાઈ છે અને આમ જોઈએ તો વજન ઘટાડવું સરળ પણ નથી. તેના માટે ડાયટ ફોલો કરવાની સાથે સાથે અને કસરત પણ કરવી પડે છે. આ બંનેનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. ત્યારે આહારમાં સમાયેલી કેટલીક એવી વસ્તુઓ પણ છે જે વજન વધારવામાં મહત્વનો ભાગ બજવે છે તો એ વસ્તુને આહારમાંથી હટાવવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તેની સાથે જ આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં કેલરી ઓછી હોય અને વિટામિન અને ખનિજોની માત્રા વધુ હોય. દિવસની શરૂઆતમાં લેવાયેલો નાસ્તો શરીરને ઉર્જા તો આપે જ છે પણ વજન ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ન્યુટ્રિશનિસ્ટ કહે છે કે જો નાસ્તામાં બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવામાં આવે તો તે મેટાબોલિઝ્મ પર પણ અસર કરે છે. જે વજન ઘટાડવાની પ્રક્રિયાને ધીમી કરે છે. નિષ્ણાતોએ કહ્યું છે કે તમારે નાસ્તામાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી જોઈએ, જેથી સરળતાથી વજન ઘટાડી શકાય.
સફેદ બ્રેડ
સફેદ બ્રેડમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય છે. સફેદ બ્રેડમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. આનાથી વજન ઝડપથી વધે છે. તેના બદલે હોલ ગ્રેઇનની બનેલી બ્રેડ ખાવી જોઈએ. જેવી કે વ્હીટ બ્રેડ, જેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે.
પેક્ડ જ્યુસ
બહારના પેકેજ્ડ જ્યુસમાં ફાઇબર ઓછું અને ખાંડ વધુ હોય છે. જેના કારણે વજન વધવાનું જોખમ રહે છે. જો જ્યુસ પીવું હોય તો તાજા ફળોનું જ્યુસ બનાવીને પીવું જોઈએ.
બેકરી આઈટમ
નાસ્તામાં મફિન્સ અને ડોનટ્સ જેવી બેકરી પ્રોડક્ટ્સ ન ખાઓ. તેમાં રિફાઇન્ડ અને ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધુ હોય છે. વજન વધવાની સાથે રોગોનું જોખમ પણ વધે છે.
ચા અને કોફી
ખાંડ વાળી ચા કે કોફી વજન ઘટાડવામાં નુકસાનકારક છે. આમાં કેફીનનું પ્રમાણ વધુ હોય છે. તેના બદલે, ગ્રીન ટી, બ્લેક કોફી અથવા હર્બલ ટી પીવો. કેમોલી, પેપરમિન્ટ અથવા ગ્રીન ટી પી પણ શકો છો.
ખાંડ સાથે સીરીયલ્સ
કેટલાક લોકો નાસ્તામાં સુગર સાથે સીરીયલ્સ ખાય છે. જેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે. નાસ્તામાં તેને ખાવાથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધે છે. બજારમાં મળતા બિસ્કિટને બદલે બદામ, અખરોટ અને ફ્લેક્સ સીડમાંથી ઘરે જ બિસ્કિટ બનાવો અને તે ખાઓ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech