જામનગરમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીને રમત મંડળોએ માહિતીપત્રક રજૂ કરવાના રહેશે

  • September 23, 2023 11:03 AM 

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રમત-ગમત પ્રવૃત્તિઓના વિકાસ માટે તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાના મંડળ સોસાયટીઝ રજીસ્ટ્રેશન એકટ-1860 હેઠળ અથવા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ-1950 હેઠળ નોંધાયેલા અને કાર્યરત હોય તેવા જુદા-જુદા રમત મંડળોની માહિતીની અત્રેની કચેરીને જરૂરિયાત છે. તેમજ ભવિષ્યમાં યોજાનારી રમત-ગમતની પ્રવૃત્તિમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સાથે સાંકળી શકાય અને જિલ્લાના મહત્તમ ખેલાડીઓને લાભ મળી શકશે. 


તેથી, જામનગર જિલ્લાના ઉપર મુજબ નોંધાયેલા રમત મંડળોએ તેમની માહિતી નીચે મુજબના ફોર્મ ફોરમેટમાં અત્રેની કચેરીને સોફ્ટકોપી નકલ dso-sycd-jngr@gujarat.gov.in/ dsojam11@gmail.com/ dsdo-jamnagar@gujarat.gov.in પર અને હાર્ડકોપી નકલ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે રજુ કરવાનું રહેશે. 


રમત મંડળોની માહિતી દર્શાવતું પત્રક (ગુજરાતી/અંગ્રેજી) ફોરમેટમાં આપવાનું રહેશે. જેમાં, (1) રમત મંડળોનું પૂરું નામ, (2) સરનામું, (3) નોંધાયેલા રમત મંડળનું વર્ષ અને તારીખ, (4) પ્રમુખશ્રીનું પૂરું નામ, (5) સંપર્ક નંબર, (6) મંત્રીશ્રીનું પૂરું નામ (7) સંપર્ક નંબર અને (8) ઈમેઈલ આઈ.ડી.-આટલી વિગતો આ ફોર્મમાં ગુજરાતી અને અંગ્રેજી આમ બંને ભાષામાં ભરવાની રહેશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ભાવેશ જે.રાવલીયા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application