ઉનાળાની લાંબી રજાઓને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ફેરફાર કર્યો છે. આ ઉપરાંત વેકેશન જજની ટર્મ પણ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા સુપ્રીમ કોર્ટ નિયમમાં દર વર્ષે ઉનાળાના વેકેશનને હવે ’આંશિક કોર્ટ વર્કિંગ ડે’ નામ આપવામાં આવ્યું છે. સાથે જ વેકેશન જજના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેને ન્યાયાધીશ તરીકે બદલવામાં આવ્યું છે.
સુપ્રીમ કોર્ટની રજાઓને લઈને કરવામાં આવેલો આ ફેરફાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ચચર્િ ચાલી રહી હતી કે સુપ્રીમ કોર્ટમાં લાંબી રજાઓ મળે છે. આ સુપ્રીમ કોર્ટના નિયમો 2013ના સુધારાનો એક ભાગ હતો પરંતુ ફેરફારો પછી તે હવે સુપ્રીમ કોર્ટ (બીજો સુધારો) નિયમ 2024 બની ગયો છે. આ ફેરફારની સૂચના 5 નવેમ્બરે આપવામા આવી છે.
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ’આંશિક કોર્ટ વર્કિંગ ડે’નો સમયગાળો અને કોર્ટ અને તેની ઓફિસની રજાઓ ચીફ જસ્ટિસ દ્વારા નક્કી કરવામાં આવશે. સત્તાવાર ગેઝેટમાં આની જાણ કરવામાં આવશે. આ રજાઓ રવિવાર સિવાય 95 દિવસથી વધુ નહીં હોય. નોટિફિકેશનમાં જણાવાયું છે કે મુખ્ય ન્યાયાધીશ ’આંશિક કોર્ટ કામકાજના દિવસો’ અથવા રજાઓ વચ્ચે નોટિસ આપ્યા પછી તમામ પ્રવેશ અને તાત્કાલિક નિયમિત બાબતો માટે એક અથવા વધુ ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. આ સિવાય અન્ય કેસોમાં પણ આ કરી શકાય છે. આવા તમામ નિર્ણયો મુખ્ય ન્યાયાધીશ જ લેશે. અગાઉની સિસ્ટમ મુજબ સુપ્રીમ કોર્ટમાં દર વર્ષે ઉનાળા અને શિયાળામાં રજાઓ લેવામાં આવતી હતી. જો કે આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટ સંપૂર્ણપણે બંધ રહી ન હતી. ઉનાળાના વેકેશન દરમિયાન મુખ્ય ન્યાયાધીશ તાત્કાલિક કેસોની સુનાવણી માટે વેકેશન બેન્ચની રચના કરતા હતા. જો કે હવે આ શબ્દ નાબૂદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રકાશિત સુપ્રીમ કોર્ટ કેલેન્ડર (2025) અનુસાર, ’આંશિક કોર્ટ વર્કિંગ ડે’ 26 મે 2025થી શરૂ થશે અને 14 જુલાઈ 2025ના રોજ સમાપ્ત થશે.
આ પહેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ પણ જાહેર મંચ પર આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે રજાઓ દરમિયાન પણ ન્યાયાધીશો તેમના કામ પ્રત્યે સમર્પિત રહે છે. એક કાર્યક્રમમાં ગયેલા સીજેઆઈએ કહ્યું હતું કે જજ રજાઓમાં ફરતા નથી કે મજા નથી કરતા. તેઓ તેમના કામ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહે છે. સપ્તાહના અંતે પણ ન્યાયાધીશો ઘણીવાર કાર્યક્રમોમાં હાજરી આપે છે, હાઈકોર્ટની મુલાકાત લે છે અથવા કાનૂની સહાયના કામમાં રોકાયેલા હોય છે. આ મુદ્દે મે 2024માં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે કહ્યું હતું કે જે લોકો લાંબી રજાઓ માટે સુપ્રીમ કોર્ટની ટીકા કરી રહ્યા છે તેઓ એ નથી સમજતા કે જજને વીકએન્ડમાં પણ રજાઓ મળતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech