૨૭ ઓટલા અને ૨ દિવાલ સહિતનું દબાણ તોડી રસ્તો ખુલ્લો કરાયો

  • November 28, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાનગરપાલિકાના  એસ્ટેટ વિભાગ અને  દબાણ હટાવ ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદેસર ખડકાયેલા પાકા બાંધકામરૂપી દબાણો સામે ફરીથી સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે શહેરના રૂવાપરી દરવાજા, મહમદહનીફ માર્ગ તેમજ  પીંજરાવાડ સહિતના વિસ્તારમાં ત્રાટકી ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી હતી. જેમાં  ગેરકાયદેસર બનાવેલ ૨૭ ઓટલા, ૨ દીવાલ, ૪ બાથરૂમ, ૧૧ પાણી માટે બનાવાયેલા  સિમેન્ટનાં ટાંકા તેમજ ૪ પાણીની ચોકડી સહિતના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી તમામ અડચણ દુર કરી રસ્તો સંપૂર્ણ પણે દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો. મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરાતા સ્થાનિક વિસ્તારમાં લોકોના ટોળા ઉમટ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application