ધ્રોલ પોલીસ દ્વારા રસ્તો ખુલ્લો કરાયો

  • June 17, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલમાં વાવાઝોડાની અસરથી અસંખ્ય ઝાડ પડી ગયા છે. ધ્રોલ સી.પી.આઈ. એમ.બી. ગજ્જર, પી.એસ.આઈ. પી.એમ.જી.પનારા તથા પોલીસ સ્ટાફે જામનગર રાજકોટ હાઈવે પર પડી ગયેલા ઝાડોને કટર તેમજ કુવાડાથી કાપી હાઈવે રોડ ખુલ્લો કરાવ્યો હતો.
**
દોઢિયા-બાલંભડી ગામ વચ્ચેનો માર્ગ સિક્કા પોલીસે ખુલ્લો કરાવ્યો
જામનગર તાલુકાના દોઢિયા ગામ અને બાલંભડી ગામ વચ્ચેનો માર્ગ કે જેના પર સવારે બે મોટા ઝાડ પડી ગયા હતા, અને સંપૂર્ણપણે બંને ગામ વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો હતો. તે અંગેની જાણકારી મળતાં સૌપ્રથમ સિક્કા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલ, ઉપરાંત જે.જી. રાણા, કે. કે. જાડેજા, બી.એમ. જાડેજા, ડી.કે. જાડેજા, સંકેતભાઈ અને મહેશભાઈ વગેરે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
 તેમજ એનડીઆરએફની ટીમના છ જવાનોની મદદથી ઝાડની ડાળીઓને કાપીને જાતે જ મોટા મોટા દોરડાથી બાંધીને એક સાથે  ડાળીઓ ખેંચીને સંપૂર્ણપણે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. સતત ત્રણ કલાકની જહેમત પછી બંને ગામ વચ્ચેનો માર્ગ ખુલ્લો થયો હતો, તેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.
**
વરસાદમાં ફસાયેલા દાહોદના પરિવારને સેલ્ટર હોમમાં શીફટ કર્યા
દાહોદના લક્ષ્મણભાઈના પરિવારને કાલાવડના રણુજા ખાતે જવાનું હોય પરંતુ ભારે પવન અને વરસાદના કારણે ધ્રોલ એસ.ટી.ડેપો પાસે ફસાય જતા શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સીપીઆઈ ધ્રોલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
**
ધ્રોલની બાવની નદી બે કાંઠે
બીપરજોય વાવાઝોડાના પગલે ધ્રોલ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદથી બાવની નદી બે કાંઠે થઇ છે, છેલ્લા ર૪ કલાક દરમ્યાન ધ્રોલમાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે, સમગ્ર પંથકમાં કોઇ જાનહાનિ ન થવાના કારણે તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તેમજ વરસાદ સારો થતા અને ધ્રોલની બાવની નદી બે કાંઠે પાણી વહેતા ધ્રોલવાસીમાં  હરખ છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application