અગ્નિકાંડમાં ફાયર શાખાના બંને અધિકારીના કાલે રિમાન્ડ પૂરા: હવે નવા આરોપી કોણ ?

  • June 24, 2024 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડમાં અંતે રાજકોટ પોલીસની એસઆઈટી ક્રાઈમ બ્રાંચ દ્રારા મહાપાલિકાના ફાયર બ્રિગેડના બે અધિકારી ચીફ ફાયર ઓફિસર પુષ્કરધામ મેઈન રોડ પર રાજ વાટીકામાં રહેતા ઈલેશ વાલાભાઈ ખેર (ઉ.વ.૪૫) તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવાભાઈ ઠેબા (ઉ.વ.૫૪, રહે. ગીતાનગર–૭, ગોંડલ રોડ)ની શનિવારે સાંજે ધરપકડ કરી બન્નેને ગઈકાલે રીમાન્ડ માટે રજુ કરાતા આવતીકાલ સુધી (તા.૨૫) બે દિવસના રીમાન્ડ પર બન્નેને સોંપવામાં આવ્યા છે.


અિકાંડમાં ક્રાઈમ બ્રાંચ દ્રારા ગેમઝોનના સંચાલકો ઉપરાંત મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. ત્રણ દિવસ પહેલા સરકાર રચીત સીટ દ્રારા ગૃહ વિભાગને અપાયેલા ૧૦૦ પાનાના રિપોર્ટમાં મહાપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા ઉપરાંત ફાયર બ્રિગેડ વિભાગ તેમજ આરએન્ડબી (માર્ગ અને મકાન) વિભાગ તથા પોલીસની લાઈસન્સ બ્રાંચ જવાબદાર હોવાનો રિપોર્ટ આપ્યો હતો. શુક્રવારે અપાયેલા રિપોર્ટ બાદ રાજકોટ શહેર પોલીસની સીટ ફીકસમાં આવી હોય અથવા તો તપાસ દરમિયાન ફાયર બ્રિગેડના અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ્ર થઈ હોય કે ગાંધીનગરથી સુચના મળી હોય જે કારણ હોય તે પરંતુ બીજા દિવસે શનિવારના રોજ મહાપાલિકાના ફાયર બ્રિગેડના બે મુખ્ય અધિકારીની ધરપકડ કરાઈ હતી. સાથે ગેમઝોનમાં વેલ્ડીંગ કામ કરતી વખતે આગ લાગ્યાનું સીસીટીવીમાં દેખાયું હતું. વેલ્ડીંગ કામનો કોન્ટ્રાકટ રાખનાર ગોંડલના ભોજપરાના રહેવાસી અને ગેમઝોનના ભાગીદાર રાહત્પલ રાઠોડના કાકા મહેશ અમૃતભાઈ રાઠોડ (ઉ.વ.૬૦)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.  

ફાયર બ્રિગેડના બન્ને અધિકારીઓએ ગેમઝોનમાં ફાયરના સાધનોની પુરી સવલતો ન હતી, ફાયર એનઓસી ન હતી. આ અગાઉ પણ ગેમઝોનમાં ગત વર્ષે આગ લાગી હતી ત્યારે ફાયર બ્રિગેડે આ આગ બુઝાવી હતી. આમ છતાં આ બન્ને અધિકારીઓએ કયા કારણોસર ગેમઝોનમાં ચેકીંગ હાથ ન ધયુ અને આ અસલામત ગેમઝોન ચાલુ રહેવા દીધો હતો ? કોઈ આર્થિક ફાયદો લીધો હતો કે કેમ ? તે સહિતના મુદ્દા સાથે બન્નેને રીમાન્ડ માટે અદાલતમાં રજુ કરાતા તા.૨૫ સુધી રીમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. જયારે વેલ્ડીંગ સમયે આગ લાગતા કોન્ટ્રાકટર મહેશ પોતે પણ દાઝી ગયો હતો. તેના રીમાન્ડ મંગાયા ન હતા. જેથી અદાલતે તેને જેલ હવાલે કરવા હત્પકમ કર્યેા હતો.

સાગઠિયાનો હવે એસીબી કબજો લેશે
સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા સાઅપરાધ મનુષ્ય વધના ગુનામાં જેલ બાદ બીજી વખત બોગસ મીનીટસ બુક બનાવવાના ગુનામાં અત્યારે તપાસના કામે ક્રાઈમ બ્રાંચના કબજામાં છે. બોગસ મીનીટસ બુક કાંડમાં સાગઠીયાના રીમાન્ડ મેળવાયા હતા. જે આજે પુરા થશે. સાગઠીયાને કોર્ટ હવાલે કરવામાં આવશે. આરોપી સાગઠીયા સામે એસીબીમાં ૧૦.૫૦ કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાનો ગુનો નોંધાયેલો છે. આ ગુનામાં હવે એસીબી સાગઠીયાનો કબજો લેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application