જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા દિનની ઉજવણી

  • March 11, 2025 10:17 AM 

શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, શિક્ષણ સમિતિના ચેરમેન હુલ્લાસબા જાડેજા, રાજ્ય પ્રાથમિક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ (દિગુભા)જાડેજા રહ્યા ઉપસ્થિત 


તારીખ ૮ માર્ચ ૨૦૨૫ ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન અને પ્રેરણાથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ફ્રેન્ડ્સઝ મેરેજ હોલ જામનગર મુકામે કરવામાં આવી હતી.


આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન  હુલ્લાસબા જાડેજા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગરના પ્રાચાર્ય પ્રફુલાબા જાડેજા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપા કોટક મેડમ જિલ્લા પંચાયત જામનગર, જિલ્લા પંચાયત જામનગરના પૂર્વ ઉપપ્રમુખ શ્રીમતિ પ્રતિક્ષાબા જાડેજા, જામનગર શહેરના પ્રમુખ બીનાબેન કોઠારી, આલિયાબાડા અધ્યાપન મંદિરના પૂર્વ અધ્યાપક ક્રિષ્નાબેન અનડકટ તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ પારુલબા જાડેજા તથા લક્ષ્મણસિંહ જાડેજા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તેમજ દરેક તાલુકામાંથી પ્રમુખ/મંત્રી હાજર રહ્યા હતા.

આ તકે જામનગર જિલ્લામાંથી બહોળી સંખ્યામાં શિક્ષિકા બહેનોએ હાજરી આપીને આ કાર્યક્રમને ખુબજ સફળ બનાવવા માટે અમિરાજબા જાડેજા,પારુલબા જાડેજા અને કૃપાબેન કાનાણી દ્વારા જહેમત ઉઠાવેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application