અમેરિકાથી ડિપોર્ટ થયેલા ત્રીજા તબક્કાના બાકીના 29 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા, 12 દિવસમાં કુલ 74 ગુજરાત આવ્યા, આ રહ્યું નામનું લિસ્ટ

  • February 17, 2025 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 112 ભારતીયોને લઈ અમેરિકન વિમાન રવિવારે અમૃતસર પહોંચ્યું હતું. જેમાં સવાર 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જે પૈકીના 4 ગુજરાતી એક ફ્લાઈટમાં જ્યારે અન્ય ફ્લાઈટમાં 29 અમદાવાદ આવી પહોંચ્યા હતા. છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત પરત ફરેલા 33 ગુજરાતીના નામની યાદી


  1. રાણા સપનાબેન ચેતનસિંહ (ગાંધીનગર)
  2. રાણા દક્ષરાજસિંહ ચેતનસિંહ (ગાંધીનગર)
  3. રાણા અક્ષરાજસિંહ ચેતનસિંહ (ગાંધીનગર)
  4. પ્રજાપતિ પાયલ અનિલકુમાર (કલોલ)
  5. પટેલ દીપ ઘનશ્યામભાઈ (કડી)
  6. પટેલ સાક્ષીબેન દીપ (કડી)
  7. હસમુખભાઈ રેવાભાઈ પટેલ (વિજાપુર)
  8. લુહાર ધવલભાઈ કિરીટકુમાર (કલોલ)
  9. લુહાર પૂજા ધવલભાઈ (કલોલ)
  10. લુહાર રુદ્ર ધવલભાઈ (કલોલ)
  11. પટેલ નીત તુષારભાઈ (અમદાવાદ)
  12. પટેલ તુષાર પ્રવીણચંદ્ર (અમદાવાદ)
  13. પટેલ ચેતનાબેન તુષારભાઈ (અમદાવાદ)
  14. પટેલ હિમાંશી ચિરાગકુમાર (અમદાવાદ)
  15. પટેલ ચિરાગકુમાર શૈલેષકુમાર (અમદાવાદ)
  16. પટેલ હાર્દિક દશરથભાઈ (અમદાવાદ)
  17. પટેલ સ્વાતિ હાર્દિકભાઈ (અમદાવાદ)
  18. પટેલ હેનિલ હાર્દિક ભાઈ (અમદાવાદ)
  19. પટેલ દિશા હાર્દિક ભાઈ (અમદાવાદ)
  20. પટેલ જય રાજેશ (કડી)
  21. પટેલ હારમી રાજેશકુમાર (કડી)
  22. પટેલ માહી રાજેશભાઈ (કડી)
  23. પટેલ મંજુલાબેન રાજેશભાઈ (કડી)
  24. રાવલ રણજીતભાઇ (ગાંધીનગર)
  25. રાણા ચેતનસિંહ ભરતસિંહ (ગાંધીનગર)
  26. પ્રજાપતિ અનિલકુમાર ભીખુભાઈ (કલોલ)
  27. પટેલ રાજેશ બળદેવભાઈ (કડી)
  28. પ્રજાપતિ આરવ અનિલકુમાર (કલોલ)
  29. પ્રજાપતિ દૃષ્ટિ અનિલકુમાર (કલોલ)
  30. રામી હિતેશ રમેશભાઈ  (સુરેન્દ્રનગર)
  31. પટેલ જયેશકુમાર ભોલાભાઈ (ગાંધીનગર)
  32. પટેલ હિરલબેન જયેશકુમાર (ગાંધીનગર)
  33. પટેલ પ્રાંશ જયેશકુમાર (ગાંધીનગર)


​​​​​​​6 ફેબ્રુઆરીએ 33 લોકો અમદાવાદ આવ્યા હતા
અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 33 ગુજરાતી સહિત 104 ભારતીયને ડિપોર્ટ કરી 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતી 6 ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના હતા, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application