'પુષ્પા 2' અને 'વેદ'સામે ટકવા અક્ષયે જબરી મહેનત તો કરવી પડશે
અક્ષય કુમારની નવી ફિલ્મ 'ખેલ ખેલ મેં'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે.'પુષ્પા 2' અને 'વેદ' સાથે સ્પર્ધા કરવા 'ખેલ ખેલ મેં'ને ઓગસ્ટમાં જ રીલીઝ કરવાનું નક્કી કરી ક્યાંક અક્ષય ભૂલ તો નથી કરી રહ્યો ને તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. અક્ષય કુમારની ફિલ્મ 'ખેલ ખેલ મેં'સ્વતંત્રતા દિવસે સિનેમાઘરોમાં આવશે, પરંતુ અહીં રસપ્રદ વાત એ છે કે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' અને જોન અબ્રાહમની 'વેદ' પણ એક જ દિવસે રિલીઝ થઈ રહી છે.લગભગ 10 ફિલ્મો સતત ફ્લોપ થયા બાદ હવે અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં'ની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. અલ્લુ અર્જુનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પુષ્પા 2' અને જ્હોન અબ્રાહમની 'વેદ' પણ આ જ દિવસે રિલીઝ થશે. સ્વાભાવિક છે કે, ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાઈ રહી છે અને જબરદસ્ત ક્લેશ જોવા મળશે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં હવે 15 ઓગસ્ટ 2024ના રોજ દેશના સ્વતંત્રતા દિવસ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ઉપરાંત તાપસી પન્નુ, ફરદીન ખાન, વાણી કપૂર, પ્રજ્ઞા જયસ્વાલ, એમી વિર્ક સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળશે.તેનું નિર્દેશન મુદસ્સર અઝીઝ કરી રહ્યા છે, જે 'હેપ્પી ભાગ જાયેગી' અને તેની સિક્વલ માટે જાણીતા છે. તેણે છેલ્લે 2019માં કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર અભિનીત 'પતિ પત્ની ઔર વો' બનાવી હતી.હવે ક્લેશની વાત કરીએ તો અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' પણ તે જ દિવસે રિલીઝ થઈ રહી છે. નિર્માતાઓએ ઘણા સમય પહેલા રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના અને ફહદ ફાઝિલ છે. વાર્તા જ્યાંથી 'પુષ્પા'માં પૂરી થઈ ત્યાંથી શરૂ થશે. આ વખતે સામંથા રૂથ પ્રભુના સ્થાને કોનો સ્પેશિયલ આઈટમ નંબર હશે તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નિર્દેશન સુકુમારનું છે અને ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech