પોરબંદર શહેરની સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક કરાવવું જરૂરી

  • September 23, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોની સમસ્યાઓનું નિરાકરણ કરાવવું જ‚રી બન્યું છે તેમ જણાવીને સીનીયર સીટીઝ રસીકભાઇ પઢીયારે છ પાનાનું કલેકટરને આવેદન પાઠવીને યોગ્ય કરવા માંગ ઉઠી છે.
વોર્ડ નં. ૯ ના પ્રશ્ર્નોપોરબંદરના પોશ વિસ્તારમાં આવતા વાઘેશ્ર્વરીપ્લટ વોર્ડ નંબર ૯માં આવતા ચોપાટી મેદાન, પેરેડાઇઝ નવો ફૂવારો, જુનો ફૂવારો, ભાવસિંહજી હોસ્પિટલ વિસ્તાર, ભૂતનાથ મહાદેવ મંદિર વિસ્તાર તથા અન્ય વિસ્તારોમાં ૨૦૧૫ થી રજુઆત કરવામાં આવી છે. પરંતુ વાત માત્ર કાગળ પર  રહી  છે. તો આ બાબતે જે તે જવાબદાર તંત્રને આદેશ દેવા યોગ્ય વિકાસના  કાર્યો થાય તે માટે આદેશ દેવા અપીલ છે.



ચોપાટી મેળા મેદાન અસમથળ
આ બાબતે ૨૦૧૫થી અનેકવાર જવાબદાર તંત્ર, વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી. પોરબંદર વિસ્તાર પોશ એરિયામાં આવેલ ચોપાટી મેળા મેદાનમાં ક્રિકેટ, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળાનું આયોજન તથા અન્ય રમતગમતનું મેદાન છે. પોરબંદરના આ મેદાનમાં અનેક કાર્યક્રમોનું આયોજન થાય છે. ચોપાટી મેળા મેદાન સમથળ ન હોવાને કારણે વરસાદી પાણી ભરાવાના કારણે અનેક સમસ્યા ઉભી થાય છે. મેળાના તથા અન્ય કાર્યક્રમો રદ કરવા પડે છે. મેદાનનો વિકાસ થવો જ‚રી છે. મેદાનને ફરતી ઉંચી દિવાલ, મોટા ગેઇટ, લાઇટ તથા પાણીના નિકાસ માટે યોગ્ય વ્યવસ્થા થવી જરૂરી છે.



પેરેડાઇઝ ફૂવારો બિસ્માર

પોરબંદર વિસ્તારનો એકમાત્ર પોરબંદરનો શોભાયમાન ફૂવારો છે. વર્ષોથી જર્જરિત હાલતમાં છે. ડીસ, કોલમ, રેલીંગ, પગથીયા તુટેલી હાલતમાં છે. ચોપાટી તરફ વોક કરવા તેમજ ફરવા જતી વ્યક્તિ આ ફૂવારામાં બેંચ વગેરેની વ્યવસ્થા હોવાથી થોડો આરામ પણ કરી શકે છે. સીનીયર સીટીઝન, મહિલા, પુરૂષો, બાળકો આવે છે પરંતુ ફૂવારાની રેલીંગ તૂટેલી હોવાથી કોલમ, બેંચ તુટેલા હોવાથી, પશુઓના આટાફેરા રહે છે. તો આ ફૂવારાનું રીનોવેશન કરી નવી બેન્ચ રેલીંગ, ગાર્ડન વગેરે વ્યવસ્થિત કરવામાં આવે. પોરબંદરને શોભાયમાન બનાવતા આ ફૂવારાનું તાત્કાલિક કાર્ય હાથ ધરવા અપીલ છે.



મુતરડી અને ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરો
નવા ફૂવારા પાસે મુતરડી ટોયલેટ નવા બનાવવા જ‚રી છે કારણકે જુની મુતરડી જે છે તે નવા બનાવેલા ગાર્ડન પાસે છે. પરંતુ બીજી જગ્યાએ સ્ળાંતર કરવાનું આયોજન છે. તે તાત્કાલિક યોગ્ય જગ્યાએ આસપાસ મુતરડી બનાવવી જ‚રી છે. જ્યાં ત્યાં લોકો લઘુશંકા કરતા હોય છે તેનાથી ગંદકી પણ ફેલાય છે. આ બાબતે યોગ્ય કરવા માંગ છે. ભાવસિંહજી હોસ્પિટલની બહાર એક પણ મુતરડી કે ટોયલેટ નથી. લોકો જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે. તો ચર્ચવાળી ગલી અવા જ્યાં નવા પાર્કિંગ બનાવેલ છે તે જગ્યાએ ટોયલેટ-મુતરડી બનાવવા જવાબદાર તંત્રને આદેશ દેવા માંગ છે. લેડી હોસ્પિટલ પાસે જુના ફૂવારા પાસે પણ મુતરડી ટોયલેટ ન હોવાના કારણે લોકો જ્યાં ત્યાં ગંદકી ફેલાવે છે તો ગંદકીમુકત પોરબંદર કરવા અપીલ છે.



સીટી બસસ્ટોપ અપુરતા
નગરપાલિકા સંચાલીત સીટીબસની સુવિધા છે. પરંતુ ભાવસિંહજી હોસ્પિટલ તથા લેડી હોસ્પિટલ પાસે બસસ્ટોપ, પ્લેટફોર્મ બેન્ચ લગાડવા તેમજ સમયસારણીવાળુ સાઇનબોર્ડ લગાવવું જ‚રી છે.
બે મહિનાથી ખુલ્લી સાંઢીયા ગટર બંધ કરો
ભાવસિંહજી હોસ્પિટલના મેઇન ગેટ સામે ચર્ચ (ગિરજાધર)વારો મેઇનરોડ પાસે ચર્ચાની બાઉન્ડ્રી લાઇન પર સાંઢીયા ગટર તથા અનેક વાઘેશ્ર્વરી પ્લોટ, મ્યુનીસીપાલકોલોની તથા પોલીસ અધિક્ષકની કચેરીની બાઉન્ડ્રી લાઇન પાસે ગટર, ઝાડી ઝાંખરાથી ભરેલી છે. આ કારણે વસરાદી તેમજ અન્ય પાણીનો નિકાલ થતો નથી. વરસાદી પાણી ગટરમાં ભરાવાના કારણે પોલીસ અધિક્ષકની કચેરીની અંદર સુધી વરસાદી પાણી ભરાય છે. તો તાત્કાલિક સમારકામ કરાવવું જ‚રી  છે. આ રજૂઆત ૨૦૧૫થી કરવામાં આવી છે. સમયસર સમારકામ કરવામાં આવ્યુ હોત તો જુના ફુવારા તથા અન્ય રસ્તાઓમાં પાણી ભરાવાનો પ્રશ્ર્ન થાત નહીં.



બ્લોક મુકવા માંગ
વાઘેશ્ર્વરી પોશ વિસ્તાર સર્કલ (ગરબીચોક) પટેલ બોર્ડીગ, ફીઝી છાત્રાલય, પોર્ટ કોલોની તમામ જગ્યાએ પેવરબ્લોક લગાડવા ખાસ જ‚રી છે. નગરપાલિકા સફાઇ કામદાર નિયમિત સફાઇ તેમજ ડોર- ટુ-ડોર કચરા લેવા માટે આવે છે પરંતુ પોર્ટ કોલોની, પટેલ બોર્ડીંગ, ફીઝી છાત્રાલય, વરસાદી મોસમમાં ગંદકી તેમજ કાદવ કીચડનું સામ્રાજ્ય ખડકાય છે.  જેના કારણે સફાઇ કરતા કર્મચારીને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલું જ નહી પટેલ બોર્ડીંગ, ફીઝી છાત્રાલય, પોર્ટ કોલોનીમાં નવરાત્રિ ઉત્સવ, ભાગવત સપ્તાહ તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. મહિલા, પુ‚ષો, બાળકો પગપાળા  તેમજ તેમના વાહનો દ્વારા આવે છે. વાહન પાર્કિંગ માટે તેમના વાહન ર્પાક  કરવા માટે વ્યવસ્થિત જગ્યા હોવી જોઇએ. કાદવ કીચડના કારણે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાઉન્ડ્રી સાઇડ પેવરબ્લોક લગાડવામાં આવે જેથી કરીને મેઇન રોડ પર આડેધડ પાર્ક થતા ફોર વ્હીલર, ટુ વ્હીલર વાહનો ટ્રાફિક સમસ્યા કારણભૂત બને છે. આ બાબતે ૨૦૧૫માં થયેલ નગરપાલિકાના પૂર્વ ચીફ ઓફિસર દ્વારા થયેલ મીટીંગ તથા પ્રેસ કોન્ફરન્સમાં રજુઆત મેં કરેલી. તથા અન્ય સામજિક સંસ્થા, ગણમાન્ય વ્યક્તિ ઉપસ્થિત હતા. ચીફ ઓફિસર દ્વારા ઠરાવ પણ પસાર થયેલ. આ બાબતે અનેકવાર રજૂઆત કરેલી. રજૂઆત માત્ર કાગળ ઉપર રહી. તેમજ વાઘેશ્ર્વરીપ્લોટની કોઇ ગલી કે શેરી બાકી રહેશે નહી. તમામ જગ્યાએ પેવરબ્લોક પાથરવામાં આવશે તેવું જણાવેલ પરંતુ વાઘેશ્ર્વરી પ્લોટમાં  વાઘેશ્ર્વરી મંદિર વિસ્તાર, શિક્ષક કોલોની, મ્યુનીસીપલ કોલોની આ તમામ જગ્યાએ પેવરબ્લોક પાથરવામાં આવ્યા  છે. વાઘેશ્ર્વરી પ્લોટ વિસ્તારમાં રોયલ પેલેસની સામેની બન્ને ગલી, રોયલપેલેસથી હોસ્પિટલ તરફ જતો રસ્તો આ તમામ જગ્યાએ પેવરબ્લોકના બદલે ડામર રોડ બનાવેલ. વર્તમાન ભુગર્ભ ગટરના સમયથી તુટેલા ઓટલા તથા ખાડા ખળબા હોવાથી સીનીયર સીટીઝનોને પસાર થવામાં મુશ્કેલીનો સામનોકરવો પડે છે. સર્કલ પાસે વર્તમાન હમણાં એક જ જગ્યએ તેમજ નવા ફૂવારા પાસે એક જ જગ્યાએ પેવરબ્લોક પાથરેલ. વાઘેશ્ર્વરીપ્લોટ સર્કલ તેમજ નવા ફુવારા સર્કલ પાસે પેવરબ્લોક લગાડવા જ‚રી છે જેથી રીને કોઇ વ્યક્તિને એમ ન થાય કે લાગતાવળગતા લોકોના કામ થાય છે. વ્યવ્સ્થત એકસાથે કાર્ય થવું જોઇએ. અધુરા કામથી વિકાસ દેખાય નહીં



ભૂતનાથ મહાદેવ મંદિર પટાંગણમાં પેવર બ્લોક પાથરો
ભાવસિંહજી પટાંગણમાં આવેલ સખી વનસ્ટોપ તેમજ આંગણવાડીની ઓફિસો આવેલી છે. તેની આસપાસનોે રોડ પેવરબ્લોક અથવા સીમેન્ટ રોડ બનાવવો જ‚રી છે. પટાંગણમાં પેવરબ્લોક લગાડવા જ‚રી છે જેથી કરીને સખી વનસ્ટોપ તથા આંગણવાડીએ આવતા વ્યક્તિઓ તેમનું વાહન  ભૂતનાથ મહાદેવ મંદિરના મેઇન  ગેટથી સખીવનસ્ટોપ સુધી તેમનું વાહન લઇ જઇ શકે.  રોડ બનાવવો જ‚રી છે.પેવરબ્લોક લગાડવાથી ભાવસિંહજી હોસ્પિટલ એમ્બ્યુલન્સ ૧૦૮ને અવરજવર માટે રસ્તો ખુલ્લો મળશે. ટ્રાફિક સમસ્યા હલ થશે તો યોગ્ય કરવા અપીલ છે.



સ્પીડબ્રેકર મુકો
વાઘેશ્ર્વરી પ્લોટ વિસ્તાર, પોલીસ અધિક્ષકની કચેરીનો સામેનો રોડ પર  આવેલી સેન્ટ્રલબેન્ક, ખેતલીયાદાદાનું મંદિર, વાઘેશ્ર્વરી  પ્લોટ સર્કલ, ગરબીચોક, પટેલ  બોર્ડીગ, પોર્ટકોલોની, ફીઝી છાત્રાલય, જાડેજા હોસ્પિટલ, સામે રોડ પર રાત્રીના તેમજ દિવસે ધુમસ્પીડમાં વાહન ચાલકો વાહનો ચલાવે છે. પોશ રહેણાંક, બેન્ક કોલોની, છાત્રાલય , હોસ્પિટલ મેઇન રોડ, પટેલ કોલોનીમાં વાહન અકસ્માતનો ભય છવાયેલો રહેછે. સ્પીડ બ્રેકર લગાવવા જ‚રી છે.  આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરવા અપીલ છે. 
ટ્રીમીંગ નહીં જતા વીજશોકનો ભય
પોબબંદરના પી.જી.વી.સી.એલ. ઇજનેરને અવારનવર આવેદન આપવામં આવે છે કે વાઘેશ્ર્વરી પ્લોટ વિસ્તારમાં આવેલા વીજપોલ તથા ટ્રાન્સફોર્મરમાં ફેલાયેલી વૃક્ષની ડાળીઓ ટ્રીમીંગ કટીંગ કરવા બાબતે લેખિતમાં આવેદન આપેલ પરંતુ આજ દિવસ સુધી તેનું નિરાકરણ થયેલ  નથી. વૃક્ષની ફેલાયેલી ડાળીઓના કારણે તેમજ ૧૧ કે.વી. વીજ વાયરો હોવાથી નગરપાલિકા દ્વારા વીજ કર્મચારી, વીજપોલ સ્ટ્રીટલાઇટ રીપેર કરી શકતા નથી. આ કારણે વાઘેશ્ર્વરી પ્લોટ વિસ્તાર, ભાવસિંહજી હોસ્પિટલ મેઇન ગેઇટ સામેનો રસ્તા પર આવેલા વીજપોલ, ચર્ચાવાળો રસ્તો, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજસીભાઇ પરમારના ઘર સામે ઘણા સમયથી બે-ત્રણ વીજપોલની સ્ટ્રીટલાઇટ બંધ છે. જય હોસ્પિટલ મેઇન ગેટ સામે સ્ટ્રીટલાઇટ અને કાર્યપાલક ઇજેનરના બંગલા સામે બાઉન્ડ્રી લાઇન વાઘેશ્ર્વરી પ્લોટ એ.સી.સી. પારસી બંગલો પોલીસ હેડકવાર્ટર સામે બાઉન્ડ્રી લાઇન પર આવેલ ૧૧ કે.વી. તથા ટ્રાન્સફોર્મરમાં ફેલાયેલી વૃક્ષની ડાળીઓનું કટીંગ કરાવવુ જ‚રી છે. વરસાદી તેમજ અન્ય કારણોસર રાત્રીના સમયે વાઘેશ્ર્વરીપ્લોટમાં અંધારપટ છવાયેલો રહે છે. રાત્રીના સમયે અવારનવાર લાઇટ જવાના  બનાવો બને છે. રહેણાંક વિસ્તાર હોવાના કરણે વ્યક્તિ તેમના  પરિવારોને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડે છે. એક જાગૃત નાગરિક તરીકે સમયસર રીપેરીંગ કરવા તાત્કાલિક સૂચના  આપવા અપીલ છે.



સ્ટ્રીટલાઇટ સમય અનુસાર ચાલુ -બંધ કરવા બાબત

વાઘેશ્ર્વરી પ્લોટમાં ખેતલીયાદાદા મંદિર, વાઘેશ્ર્વરી પ્લોટ સર્કલ, રોયલ પેલેસ આ તમામ વિસ્તારોમાં વહેલી સવારે લાઇટ બંધ કરવામાં આવે છે. અજવાળુ થયા બાદ લાઇટ બંધ થવી જોઇએ જેથી વોક કરવા તેમજ અન્ય કામ અર્થે જતી વ્યક્તિને હાલાકી ભોગવવી પડે છે.



રોડ રસ્તાને નુકશાન

વરસાદી મોસમમાં ભારે વરસાદના કારણે નેશનલ હાઇવે ઓથોરીટી તેમજ સ્ટેટ હાઇવેને ભારે રસ્તાના ધોવાણને કારણે રસ્તાઓ પર ખાડા પડવા તેમજ  રસ્તાને નુકશાન થયેલ છે. રોડ રસ્તા તેમજ ખાડા ખરબાનું તાત્કાલિક રીપેરીંગ થાય તે જરૂરી છે. નવા રસ્તા સારી કવોલીટીના બને તે જરૂરી છે. રસ્તાનું ધોવાણ તેમજ ભારે નુકશાનના કારણે ગંભીર અકસ્માતો  વધ્યા છે તેમજ ઘણી વ્યક્તિ મૃત્યુને ભેટી છે. તો તાત્કાલિક યુધ્ધના ધોરણે પોરબંદર વિસ્તારમાં સુરક્ષીત રોડ રસ્તાનુંક કામ થાય તે જ‚રી છે. ચારરસ્તા તથા અન્ય રસ્તા પર જીબ્રા ક્રોસીંગ, ડિવાઇડર, કાળા ફેદ પટટ્ટા બનાવવા જ‚રી છે. સોમનાથ-દ્વારકા, રાજકોટ તરફ જતા  રસ્તા પર મોટા અક્ષરે સાઇનબોર્ડ લગાવવા જરૂરી છે.
ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવો



ટ્રાફિક સમસ્યા હલ કરવા અવાર નવાર ટ્રાફિકપોલીસ તેમજ પોલીસ અધિક્ષકને આવેદનપત્રો આપેલા છે. નિરાકરણ થયુ છે. સઘન પેટ્રોલીંગ, ટ્રાફિક સમસ્યા હલ કરવા કટીબધ્ધ રહે છે પરંતુ તહેવર પૂરતા જ બેરીકેટ લગાડવામાં આવે છે. ડ્રીમલેન્ડ સિનેમા, માણેકચોક, એવરગ્રીન તથા વેજીટેબલ માર્કેટમાં તહેવારમાં દેવદર્શન તેમજ બજારમાં ખરીદી કરવા જતી વ્યક્તિ આરામથી અવરજવર કરી શકે છે. તહેવાર પૂરા થયા બાદ બેરીકેટ હટાવવામાં આવે છે. ખાસ કરીને સાંજના સમયે અવર જવર કરતી વ્યક્તિઓને હાલાકીમાંથી પસાર થવુ ન પડે તે માટે દરરોજ સાંજના સમયે બેરીકેટ લગાડવા જરૂરી છે. 
તેમ જણાવીને રસિકભાઇ પઢીયારે જિલ્લા કલેકટરને વિસ્તૃત આવેદન પાઠવીને પ્રશ્ર્નોના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહીનો આદેશ દેવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application