તહેવાર ટાણે જ ચોખા, દાળ, લોટ અને ખાંડના ભાવમાં ઉછાળો

  • November 01, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તહેવારની સિઝન પુરબહાર ખીલી ઉઠી છે ત્યારે ચોખા, દાળ, લોટ અને ખાંડના ભાવમાં ઉછાળો ગૃહિણીઓના બજેટના ગણિતને બગાડી શકે છે. સપ્ટેમ્બરમાં ભલે રીટેલ ફુગાવાનો દર ઘટીને પાંચ ટકા થઇ ગયો હતો છતાં પણ ખાવા પીવાની વસ્તુઓના ભાવમાં થઇ રહેલો ઉછાળો રોકાવાનું નામ નથી લઇ રહ્યું. એક વર્ષમાં તુવેરની દાળ ૩૮ ટકા મોંઘી થઇ ગઇ છે. રીટેલ બજારમાં તુવેર દાળના ભાવ ૧૫૦ પિયા પ્રતિ કીલોને પાર થઇ ગયા છે. યારે ચોખા, ઘઉં અને લોટના ભાવ પણ સતત વધી રહ્યાં છે.
ગ્રાહક બાબતોના વિભાગના પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના જણાવ્યા અનુસાર ૨૯ ઓકટોબર, ૨૦૨૩ના રોજ તુવેર દાળ ૧૫૪.૮૩ પિયા પ્રતિ કીલો હતી જે એક મહિના પહેલા ૧૪૮.૫ પિયા પ્રતિ કીલો અને એક વર્ષ પહેલા ૧૧૨.૨૦ પિયા પ્રતિ કીલોમાં મળી રહી હતી. એક વર્ષ પહેલા અડદ દાળના ભાવ ૧૦૮.૫૫ પિયા હતા. જે હવે ૧૧૯.૫૧ પિયા પ્રતિ કીલો છે. એટલે કે અડદ દાળના ભાવમાં એક વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો છે. મગની દાળ એક વર્ષ પહેલા ૧૦૩.૫૧ પિયા પ્રતિ કિલોમાં મળી રહી હતી જે હવે ૧૧૫.૫૮ પિયામાં મળી રહી છે. એટલે કે મગની દાળના ભાવમાં એક વર્ષમાં ૧૧.૬૬ ટકાનો વધારો થયો છે.સરકારી ડેટા અનુસાર એક વર્ષ પહેલા એક કીલો ચોખાના ભાવ ૩૮.૧૪ પિયા હતાં જે હવે ૪૩.૦૯ પિયામાં મળી રહ્યાં છે. એટલે કે એક વર્ષમાં ચોખાના ભાવમાં ૧૩ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘંઉનો ભાવ ૨૮.૯૬ પિયા હતા. જે વધીને ૩૦.૫૨ પિયા થઇ ગયા છે. એટલે કે એક વર્ષમાં ૫.૩૯ ટકાનો વધારો થયો છે. ઘંઉનો લોટ એક વર્ષ અગાઉ ૩૪.૪૨ પિયા મળતો હતો જે હવે ૩૫.૯૫ પિયામાં મળી રહ્યો છે. એટલે કે એક વર્ષમાં ૪.૪૫ ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ખાંડ ૪૨.૪૫ પિયામાં મળી રહી હતી જેનો ભાવ વધીને હવે ૪૩.૮૬ પિયા થઇ ગયો છે. એટલે કે એક વર્ષમાં ૩.૩૨ ટકાનો વધારો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application