બાલવાટિકા સામેના બગીચામાં બનાવેલી પાકી ચોકડી તોડી દબાણો દૂર કરાયા

  • January 09, 2024 02:52 PM 

મહાપાલિકાના દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે બોરતળાવ વિસ્તારમામાં હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ કાર્યવાહીમાં બાલવાટિકાની સામેના ગાર્ડનમાં નાસ્તા વગેરેની લારી અને કેબીનધારકો દ્વારા વાસણો ધોવા માટે બનાવાયેલી પાકી ચોકડી તોડી પાડી હતી. આ સ્થળે દબાણકર્તાઓ દ્વારા પાકી ચોકડીમાં પાણી અને ગંદા પાણીના નિકાલ માટેની કરાયેલી વ્યવસ્થા જોઈ ટીમ ચોંકી ઉઠી હતી. ચોકડીનું બાંધકામ તોડી પાડવા ઉપરાંત ગાર્ડન ફરતે રહેલી લારી, ગલ્લા, કાઉન્ટર અને ટેબલ સહિતનું દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવામાં આવ્યો હટાઓ. આ ઉપરાંત અડચણરૂપ વાહનને લોક ઠપકારી દંડની વસુલાત કરવામાં આવી હતી. બાલવાટિકા તેમજ બોરતળાવના રોડ પર મંજૂરી વગરરાખવામાં આવેલા લોખંડ સહિતનો ભંગાર પણ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application