પીએચડી પ્રવેશ માટેનું પોર્ટલ કાલથી ખુલશે: શિક્ષણ વિભાગની જાહેરાત

  • September 30, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાયભરની ૧૧ સરકારી યુનિવર્સિટી માટે કોમન એકટ લાગુ કરાયા પછી પ્રવેશની સંપૂર્ણ પ્રક્રિયા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્રારા કરવામાં આવી રહી છે. ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (જીકાસ) પોર્ટલ મારફત પ્રથમ તબક્કામાં પ્રથમ વર્ષના વિધાર્થીઓને પોર્ટલ મારફત પ્રવેશ આપવાનો કાર્યક્રમ નિષ્ફળ રહ્યા પછી હવે આવતીકાલથી પીએચડીના એડમિશન આ સિસ્ટમ મુજબ આપવાનો પ્રારભં થશે.
પીએચડીમાં પ્રવેશ માટે ગુજરાત સરકાર દ્રારા પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તે મુજબ આવતીકાલ તારીખ એક ઓકટોબરથી તારીખ ૧૦ ઓકટોબર સુધી . ૩૦૦ ની ફી ભરીને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તારીખ ૧૧ ઓકટોબરથી પ્રવેશ અંગેની પ્રક્રિયા શ કરવામાં આવશે. પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે . ૩૦૦ ની ફી ભર્યા પછી જે તે યુનિવર્સિટી એડમિશન ટેસ્ટ અને અન્ય ફી માટે જે માગણી કરે તે પણ અરજદારને ચૂકવવાની રહેશે. રજીસ્ટ્રેશન વખતે લેવામાં આવતાં . ૩૦૦ તો માત્ર પોર્ટલના સંચાલન માટેના છે.
તારીખ ૧૦ ઓકટોબર સુધીમાં રજીસ્ટ્રેશન થયા પછી ડોકયુમેન્ટ વેરિફિકેશનની કામગીરી જે તે યુનિવર્સિટી દ્રારા કરવામાં આવશે અને તેનો શેડુલ અલગથી જાહેર કરવામાં આવશે. આવો શેડુલ જાહેર થાય ત્યારે પીએચડી માટે અરજી કરનાર વિધાર્થીએ જે તે યુનિવર્સિટી માં જઈ પોતાના અસલ પ્રમાણપત્ર રજૂ કરી તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. ડોકયુમેન્ટ વેરિફિકેશન પછી જો કોઈ ભૂલ હશે તો તે મુજબનો ફેરફાર ઓનલાઇન પોર્ટલમાં કરવામાં આવેલી અરજીમાં કરવામાં આવશે અને આ માટે જે તે વિધાર્થી પૂરતું પોર્ટલ અનલોક કરવામાં આવશે. ડોકયુમેન્ટ ચકાસણી પછી પોર્ટલ લોક થઈ જશે અને તેમાં કોઈ પ્રકારનો ફેરફાર વિધાર્થીઓ કરી શકશે નહીં. ચકાસણીની કામગીરી પૂરી થયા પછી દરેક યુનિવર્સિટી પોતાની અનુકૂળતા મુજબ એડમિશન પ્રોસેસ ચાલુ કરશે અને તે અંગેની જાણ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને તથા વિધાર્થીઓને કરવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News