કચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી

  • April 11, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના કચ્છમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કચ્છના બેલા રણમાં ગુમ થયેલો ઈજનેર પાંચ દિવસ બાદ મૃત હાલતમાં મળી આવ્યો છે. રસ્તો ભૂલી જતા ઈજનેર ગુમ થયો હતો અને છેલ્લાં 5 દિવસથી તેની શોધખોળ ચાલુ હતી.

મળતી માહિતી મુજબ, કચ્છના રાપર તાલુકામાં 6 એપ્રિલે સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સરવે માટે પહોંચેલી ઈજનેરની ટીમમાંથી ઈજનેર અર્નબ પાલ ગુમ થઈ ગયો હતો. રસ્તો ભૂલી જવાના કારણે ગુમ થયેલાં ઈજનેરની છેલ્લાં પાંચ દિવસથી શોધખોળ થઈ રહી હતી. બેએસએફ સહિત 125 થી વધારે કર્મચારીની શોધખોળ છતાં કોઈ ભાળ મળી નહતી. વનવિભાગ સહિતની ટીમે ડ્રોન દ્વારા શોધખોળ હાથ ધરી છતાં કોઈ પતો લાગ્યો નહતો. ત્યારબાદ શુક્રવારે (11 એપ્રિલ) પોલીસ, બેએસએફ, વન વિભાગ તેમજ આસપાસના ગામના લોકોની શોધખોળ દરમિયાન બેલા નજીકના સુકનાવાંઢના રણમાં ઈજનેરનો મૃતદેહ મળી આવ્યો હતો.

હાલ, ઈજનેર અર્નબ પાલના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અર્બનપાલનું કેવી રીતે ગુમ થયો અને તેનું મોત કેવી રીતે અને કયા કારણોસર થયું તે વિશે કોઈ નક્કર માહિતી સામે આવી નથી. હાલ, આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application