ઉનાના ઓલવાણ ગામે પિસ્તોલના ભડાકે હત્યાના આરોપીને પોલીસે દબોચી લીધો

  • April 09, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાના ઓલવાણ ગામે ખાણનો પથ્થર ભરવાના વારા બાબતે જૂની બોલાચાલીનો ખાર રાખીને પિસ્તોલમાંથી ફાયરિંગ કરીને હત્યા બાદ ભાગી છૂટેલા આરોપીને પોલીસે ઝડપી લીધો છે.

ઊના તાલુકાના ઓલવાણ ગામ નીઅંધુ નામની સીમ વિસ્તારમાં વાડી અને પથ્રની ખાણ ધરાવતા ભૂપત ભાઈ રાજશીભાઈ રામની ગત તારીખ ૬/૦૪/૨૦૨૪ના રાત્રિના સમયે તેમની પથ્રની ખાણમા હિસાબ કિતાબ રાખતો મેતાજી ભીમાભાઇ ઉફેઁ ભીમા કરશન ટાપરિયા ગઢવી રે. ખોડીયાર નગર ઊના વાળા ભૂપત ભાઈ સો બોલાં ચાલી તાં તેમની પાસે રહેલ દેશી પિસ્ટલમાંથી  એક રાઉન્ડ ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી દીધી હતી અને ભૂપત ભાઈનું મોત યું હતું અને આ અંગે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમા મરણ જનારની પત્ની જશું બેન ભૂપત ભાઈ રામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે આઇ.પી.સી. ૩૦૨,૪૪૯, હયિાર ધારા કલમ ૨૫/૧- બી()૨૭ જી પી. એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી.

 ગીર સોમના જિલ્લાના પોલીસ અધ્યક્ષ મનોહર સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક વી. આર. ખેંગારના માર્ગ દર્શન હેઠળ ગીર સોમના જિલ્લા ની લોકલ ક્રાઇમ બ્રાન્ચેના ઇન્ચાર્જ પીઆઇ જાડેજા પી એસ આઈ.એ.બી. વોરા, એલ સી.બીના પ્રવીણ ભાઈ મોરી, રાજુ ભાઈ ગઢીયા, રાજુ ભાઈ પરમાર એસ.ઓ.જી.ના ધર્મેન્દ્ર સિહ ગોહિલ . પેરોલ ફર્લો સકોડ તા નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પી એસ આઈ પી. જે. બાટવા એ.એસ.આઇ કંચન બેન પરમાર કાનજી ભાઈ વાણવી વિગેરે સ્ટાફે જુદી જુદી ટીમ બનાવી માહિતી મેળવી આરોપી ભીમાભાઇ ઉફેઁ ભીમા કરશન ભાઈ ટાપરિયા ગઢવી રે. ખોડીયાર નગર ઊના વાળાને તેમના નિવાસ સન પહોંચી સઘન પૂછપરછ કરતાં તેમણે પોલીસને જણાવેલ કે તે.ભૂપત ભાઈ રાજશી ભાઈ રામની માલિકીની પથ્રની ખાણ મા હિસાબ કિતાબ કરવા મહેતાજી તરીકે કામ કર્યું હતું એક માસ પહેલા ખાણ પૂરી ઈ જતાં છુટ્ટો કરી દીધેલ મરણ જનાર ભૂપત સો ખાણ મા પથ્ર ભરવા ટ્રેકટરના વારા બાબતે અવાર નવાર બોલા ચાલી ઈ હતી. ગાળાગાળી ઈ હતી જે મનદુ:ખ રાખીને ગત તા,૬/૪/ની રાત્રિ ના વાડીએ ભૂપત એકલો હોય મોબાઈલ ફોન કરી તારું કામ છે હું આવું છું તેમ કહી યામાહા મોટર સાયકલ ઉપર વાડીએ મકાનની ઓફિસ પહોંચી ભૂપત સો બોલા ચાલી કરી આરોપી ભીમા કરશન એ તેમની પાસે રહેલ દેશી પિસ્ટલ તેમની છાતી ઉપર રાખી એક રાઉન્ડ ફાયરિંગ કરી અને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસે તેમની પાસેી એક દેશી પિસ્ટલ રૂપિયા ૨૫૦૦૦/જીવતા કારટીસ નગ ૪રૂપિયા ૪૦૦/ મોટર સાયકલ યામાહા એક રૂપિયા ૧૦,૦૦૦મો મળી કુલ રૂપિયા ૩૫૪૦૦/મુદામાલ કબ્જે કરી તેની ધોરણ સર ની ધરપકડ કરી હતી. આરોપી ગુના હિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ તેની સામે પોરબંદર, જામનગર, કચ્છ જિલ્લા અને ઊના અને ગીર ગઢડા પોલીસ સ્ટેશનમા સાતી વધુ ગુનાઓ નોંધાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application