રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તાજેતરમાં ૧૨૦ માઇક્રોનથી ઓછા માઇક્રોનના પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા સહિતનું પ્લાસ્ટિક જ કરવાની ઝુંબેશ હાથ ધરીને હાજર દંડની વસુલાત શ કરવામાં આવતા શહેરના વેપારીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.શહેરની વિવિધ બજારોના રિટેલર્સ વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા એકાદ પખવાડિયાથી હજુ તો દુકાન ખોલીને દિવા અગરબત્તી કરતા હોય અને બોણી પણ ન કરી હોય ત્યાં મ્યુનિ.ટીમ પ્લાસ્ટિક ઝબલા જ કરવા આવી પહોંચી ઝબલા જ કરવા ઉપરાંત દડં પણ ફટકારે છે. પ્લાસ્ટિક ઝબલા વેંચતા ઉત્પાદકો કે મોટા હોલસેલર્સની સામે કાર્યવાહી કરવાને બદલે ફકત રિટેલર્સ મતલબ કે નાના વેપારીઓ સામે જ કાર્યવાહી કરાતી હોય રોષની લાગણી પ્રસરી ગઇ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ–૨૦૨૧ અન્વયે શહેરના ત્રણેય ઝોનના મુખ્ય બજાર વિસ્તારોમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દડં વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં ત્રણેય ઝોનની કુલ ૧૬૬ દુકાનોમાંથી ૧૪.૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા જ કરી .૪૪,૨૦૦નો વહીવટી ચાર્જ વસુલ કર્યેા હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૬૦ વેપારીઓ પાસેથી ૭.૯ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી ગંદકી બદલ . ૧૨૯૫૦નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા ઉપર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા બાવન વેપારીઓ પાસેથી ૩.૯ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી . ૧૭૩૫૦નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો. ઇસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગેા પર ઝુંબેશપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૫૪ વેપારીઓ પાસેથી ૨.૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝબલા જ કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી .૧૩,૯૦૦નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો. ઉપરોકત કામગીરી મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપિનલ ખરેના માર્ગદર્શન હેઠળ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસિ.૫ર્યાવરણ ઇજનેર, સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર વિગેરે સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી
પ્લાસ્ટિક ઝબલા ન રાખીએ તો ગ્રાહકો–વેપાર ગુમાવવો પડે: વેપારીઓની વ્યથા
શહેરની વિવિધ બજારોમાં કાર્યરત નાના રિટેલર્સ અને ટ્રેડર્સએ જણાવ્યું હતું કે જો પ્લાસ્ટિક ઝબલા ન રાખે તો ગ્રાહકો અને વેપાર ગુમાવવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. દુકાનોમાંથી ચીજ વસ્તુ ખરીદવા આવતા ગ્રાહક ખરીદી બાદ તુરતં ઝબલુ માંગે છે અને વેપારી ઝબલુ ન આપે તો ગ્રાહક વસ્તુ લીધા વિના રવાના થાય છે. ખાસ કરીને ચેકીંગ વ્યાપકના બદલે અસમાન રીતે થતું હોવાથી અમુક દુકાનદારો ઝબલા રાખે છે જેથી ઝબલા નહીં રાખતા વેપારીઓનો વેપાર ઝબલા રાખતા વેપારીને ત્યાં ડાયવર્ટ થઇ જાય છે તે પણ એક ગંભીર સમસ્યા છે
મ્યુનિસિપલ કમિશનર સુધી રજૂઆત કરીશું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી
રાજકોટ શહેરમાં છેલ્લા એક સાહથી પ્લાસ્ટિક ઝબલા ઉપર પ્રતિબંધની ચુસ્ત અમલવારી ફરી શ કરવામાં આવતા અને ઝુંબેશ સ્વપે કાર્યવાહી થતા નાના વેપારીઓ અને ખાસ કરીને અનાજ–કરીયાણાની દુકાનો, ડેરીફાર્મ, મેડિકલ સ્ટોર્સ વિગેરેને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો હવે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી છે. દરમિયાન ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવએ જણાવ્યું હતું કે આ મામલે હવે મ્યુનિસિપલ કમિશનર સુધી લેખિત રજુઆત કરવામાં આવશે. પ્રતિબધં સ્વીકાર્ય છે પરંતુ મહાપાલિકા તંત્રની પધ્ધતિઓ અયોગ્ય છે
૧૨૦ માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક પર પ્રતિબધં અમલી છે, જ કરાશે જ: પર્યાવરણ ઇજનેર
રાજકોટ મહાપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચના ચીફ પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણાં સમયથી કેન્દ્ર સરકારના જાહેરનામા અન્વયે ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઇના પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબધં અમલી છે જ. પ્લાસ્ટિક ઝબલા હોય બેગ કે પ્લાસ્ટિકમાંથી બનાવેલ કોઈ પણ વસ્તુ હોય ૧૨૦ માઇક્રોનથી ઓછી જાડાઈનું પ્લાસ્ટિક જ કરવાને પાત્ર છે આથી પર્યાવરણને થતું નુકસાન અટકાવવા અને જન જગૃતિ લાવવા જિ ઝુંબેશ ચાલુ જ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech