પોરબંદર પોલીસના કંટ્રોલ‚મના ફોનમાં થયો ગાળોનો વરસાદ

  • September 17, 2024 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર પોલીસના કંટ્રોલ‚મના ફોનમાં  ગાળોનો વરસાદ કરવામાં આવ્યો છે જેમાં એક ઇસમ સામે ફરિયાદ નોંધાઇ છે. આ શખ્શને પકડવા માટે પોલીસ ગઇ ત્યારે તે નાશી ગયો હોવાનું જાણવા મળ્યુ છે તેથી ફરજમાં ‚કાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો છે.
પોરબંદર પોલીસ કંટ્રોલ‚મના રાઇટર મનીષભાઇ રામભાઇ રામ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તા. ૧૩-૯ના રાત્રે સાડા દસ વાગ્યે મો. નં.૯૩૧૬૬ ૬૪૮૬૩ ઉપરથી ફોન આવ્યો હતો અને એવુ પૂછયુ હતુ કે‘તમે બગવદર પોલીસમથક ખાતેથી બોલો છો?’ આથી ફરિયાદીએ હા પાડીને ‘તમારે શું કામ છે?’ તેમ કહેતા ફોન કરનાર ગાળો બોલવા લાગ્યો હતો. આથી ગાળો બોલવાની ના પાડી હતી અને તેનું નામ પૂછયુ હતુ. પરંતુ પોેતે નામ અને સરનામુ જણાવ્યુ ન હતુ.થોડો સમય ગાળો બોલ્યા બાદ ફોન મૂકી દીધો હતો. 
ત્યારબાદ ૧૦:૩૫ મિનિટે ફરી એ જ નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ઓપરેટર ગીરીશભાઇ ચુડાસમાએ ફોન ઉપાડતા ગાળો બોલવાનું ચાલુ કર્યુ હતુ અને પોતે એરપોર્ટ સામે આવેલ ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટ  સામે ઉભો છે અને જ્યાં સુધી પોલીસ તેને ઉપાડશે નહીં ત્યાં સુધી પોતે પોલીસને ગાળો બોલતો રહેશે તેમ જણાવ્યુ હતુ અને ગીરીશભાઇએ તેનું નામ -સરનામુ પૂછતા પોતે  મહેશ બથવાર હોવાનું જણાવ્યુ હતુ અને પોલીસથી જે થાય તે કરી લેજો તેમ કહી ગાળો બોલતો હતો. 
એ પછી રાત્રે ૧૨:૦૫ મિનિટે  મોબાઇલ નંબર ૮૧૪૧૨ ૬૭૧૨૧ ઉપરથી ફોન આવતા ઓપરેટર રેનીશાબેન રામભાઇ પઢીયારે ફોન ઉપાડયો હતો અને ફોન કરનારે પોતાનુ નામ ભરતભાઇ રામભાઇ બથવાર જણાવ્યુ હતુ અને તેનો ભાઇ મહેશ બથવાર તોફાન કરે છે અને ફરિયાદીની ગાડી ભાંગે છે તેથી તમે તાત્કાલિક મહેશને લઇ જાવ. તેમ ફોન કરીને જણાવતા પી.સી.આર. વાનને વર્ધી આપવામાં આવી હતી અને પોલીસ પહોંચી ત્યારે મહેશ બથવાર નાશી ગયો હતો. આથી અંતે  રાઇટર તરીકે ફરજ બજાવતા મનીષભાઇ રામભાઇ રામ દ્વારા મહેશ બથવાર સામે ફરજમાં ‚કાવટ સહિત ગાળો આપ્યાનો ગુન્હો નોંધાવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application