વડાપ્રધાને આપેલા વોકલ ફોર લોકલ મંત્રને સાકાર કરી રહ્યા છે જામનગરવાસીઓ

  • November 09, 2023 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હસ્તકલા સેતુ યોજનાના લાભાર્થીઓને લખોટા તળાવ પાસે વિના મૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવતા તેઓ બન્યા આત્મનિર્ભર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોને દિવાળીના તહેવાર દરમિયાન વૉકલ ફોર લૉકલ અભિયાનમા જોડાવા વિનંતી કરી છે. વડાપ્રધાન હંમેશા લોકોને સ્વદેશી વસ્તુ વાપરવા માટે આગ્રહ કરતા આવ્યા છે. તેઓએ દિવાળીના પર્વ પર ભારતમાં નિર્મિત ચીજવસ્તુઓનો પ્રચાર અને ખરીદી કરવા પણ વિનંતી કરી છે. જેના થકી સ્થાનિક ઉત્પાદનોને પણ વેગ મળશે અને નાના વેપારીઓને પણ આર્થિક મદદ મળી રહેશે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ અને આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો પ્રોજેક્ટ હસ્તકલા સેતુ યોજના થકી અનેક હસ્તકલાના કારીગરોની આવડતને નવી ઓળખ મળી છે. કુટીર ઉદ્યોગએ ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને વિશ્વભરના અર્થતંત્રોના વિકાસમાં તેની નોંધપાત્ર ભૂમિકા છે. કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશ્નર, ગુજરાત સરકાર દ્વારા સમર્થિત હસ્તકલા સેતુ યોજનાનો હેતુ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં કારીગરો અને મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકો સુધી પહોંચવાનો છે. હસ્તકલા સેતુ યોજનાનો ઉદ્દેશ્ય કારીગરો અને ઉદ્યોગસાહસિકો વચ્ચે સેતુ બનવાનો છે.
હસ્તકલા આપણી સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે અને હસ્તકલા સેતુ યોજના તેમને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. હસ્તકલા સેતુ એ વિશ્વ માટે ગુજરાતની બારી છે. જામનગર શહેરમાં મધ્યમ તથા ગરીબ વર્ગના લોકોનો રોજગાર વધે તે હેતુથી તા.૩ થી તા.૧૧ નવેમ્બર દરમિયાન જામનગરના હસ્તકલા સેતુ યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે  સ્ટોલ ફાળવવામાં આવ્યા છે. જ્યાં મહિલાઓએ જાતે બનાવેલી વસ્તુઓનું તેઓ જાતે જ વેચાણ કરી રહ્યા છે. તેમના દ્વારા ગૃહ શુશોભનની બનાવેલી વિવિધ વસ્તુઓ તરફ ગૃહિણીઓ આકર્ષાઈ રહી છે. અને ખરીદી પણ કરી રહી છે.
જામનગરમાં રહેતા ધારવીબહેને હસ્તકલા સેતુ યોજનાના સ્ટોલ પરથી ખરીદી કરી પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેણીએ હસ્તકલાના બહેનો પાસેથી ગૃહ શુશોભનની વસ્તુઓ જેવી કે તોરણ અને ટોડલીયાની ખરીદી કરી છે. આ વસ્તુઓ ખૂબ જ સારી અને વ્યાજબીભાવની છે. નાના વેપારીઓને પ્રોત્સાહન મળે તે હેતુ થી મે તેમના પાસેથી ખરીદી કરી છે. અને ડિજિટલ પેમેન્ટને વેગ મળે તે હેતુથી ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા હોય મે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application