રાજકોટ સિવિલ અને ઝનાના હોસ્પિટલમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતા ૩૦૦થી વધુ નસિગ કર્મચારીઓના બે બે મહિનાથી પગાર ન થતા નસગ કર્મચારીઓ આજે સવારે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફીસ ખાતે રજૂઆત કરવામાં પહોંચ્યા હતા. નસિગ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, બે મહિનાથી પગાર ન થતા અમારે મના ભાડા પણ ચડત થઇ જતા મકાન માલીકો ભાડુ કયારે આપશો એની તારીખ માગી રહ્યા છે. આજે પગાર થશે કાલે થશે તેમ કહેતા ચોકસસ તારીખ પણ અમે આપી શકતા નથી. એક મહિનાથી ઘરેથી પૈસા મગાવવાની ફરજ પડી છે. ઝનાનાના એચ.આર. મેનેજર જવાબ આપતા નથી અને આજે સવારથી ફોન કરીએ છીએ તો ફોન સ્વિચ ઓફ આવે છે. વહેલી તકે પગાર કરવામાં આવે અથવા તો કયારે પગાર થશે એની તારીખ આપવામાં આવે એમ રોષ પૂર્વક જણાવ્યું હતું.
રજૂઆતના પગલે હોસ્પિટલ તત્રં દ્રારા આજે સાંજ સુધીમાં અને બાકીનો પગાર કલ બપોર સુધીમાં થઇ જશે તેમ ખાત્રી આપતા નસિગ કમર્ચારીઓ ફરજ પર જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સિકયોરિટી ગાર્ડ અને એકસ આર્મીમેનના પણ બે મહિનાથી પગાર ન થતા સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસે રજુઆત માટે ઉમટા હતા જેનો આજે પગાર થઇ જતા રાબેતા મુજબ નોકરી પર લાગ્યા હતા. વારંવાર ગ્રાન્ટના અભાવે ઓઉટસોર્સના કર્મચારીઓને પગાર માટે વલખા મારવા પડતા હોવાથી આ મામલે યોગ્ય થાય એવી પણ માગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech