ભારતીય રેલવેએ વંદે મેટ્રોનું નામ બદલી નાખવામાં આવ્યું છે. હવે વંદે મેટ્રોને નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે. આજે પીએમ મોદી દ્રારા વંદે મેટ્રોના ઉધ્ઘાટન પહેલા ટ્રેનનું નામ બદલવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. અગાઉ આરઆરટીએસનું નામ રેપીડેકસથી બદલીને નમો ભારત કરવામાં આવ્યું હતું. દેશની પ્રથમ નમો ભારત ટ્રેન દિલ્હી અને મેરઠ વચ્ચે દોડશે. મોદી છ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે.
દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેન અઠવાડિયામાં માત્ર ૬ દિવસ દોડશે. તેની સેવા ભુજથી દર અઠવાડિયે રવિવારે ઉપલબ્ધ થશે નહીં યારે અમદાવાદથી તેની સેવા શનિવારે ઉપલબ્ધ થશે નહીં. તે અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમઢીયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી ખાતે રોકાશે. આ ટ્રેન ભુજથી સવારે ૦૫.૦૫ કલાકે ઉપડશે અને સવારે ૧૦.૫૦ કલાકે અમદાવાદ પહોંચશે. યારે આ ટ્રેન અમદાવાદથી સાંજે ૦૫:૩૦ વાગ્યે ઉપડશે અને ૧૧:૧૦ વાગ્યે ભુજ પહોંચશે.
વંદે મેટ્રો ટ્રેન તેની મુસાફરીમાં ૯ સ્ટેશનો પર ઉભી રહેશે. દરેક સ્ટેશન પર આ ટ્રેનનું સ્ટોપેજ સરેરાશ ૨ મિનિટનું હશે. આ ટ્રેન તેની મુસાફરી ૫ કલાક ૪૫ મિનિટમાં પૂર્ણ કરશે. આ ટ્રેનના ભાડાની વિગતો પણ બહાર જાહેર કરવામાં આવી છે. આમાં લઘુત્તમ ભાડું ૩૦ પિયા હશે. આના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ, જીએસટી પણ ચૂકવવાપાત્ર રહેશે. જો તમે આમાં ૫૦ કિલોમીટરની મુસાફરી કરો છો તો તમારે ૬૦ પિયા ઉપરાંત જીએસટી અને અન્ય લાગુ ચાર્જ ચૂકવવા પડશે. બેઝિક ભાડામાં દરેક કિલોમીટર માટે ૧.૨૦ પિયાનો વધારો થશે. તે મુંબઈમાં ચાલતા ઉપનગરીય એસી કરતા સસ્તું હોવાનું કહેવાય છે.
રેલવે મંત્રાલયે કહ્યું કે વંદે મેટ્રો ટ્રેનમાં ૧૨ કોચ હશે, જેમાં ૧,૧૫૦ મુસાફરોની બેઠક ક્ષમતા હશે. વંદે મેટ્રો ટ્રેન ભુજથી ઉપડશે અને ૩૫૯ કિલોમીટરનું અંતર કાપીને ૫.૪૫ કલાકમાં અમદાવાદ પહોંચશે. મુસાફરો માટે તેની નિયમિત સેવા અમદાવાદથી ૧૭ સપ્ટેમ્બરથી શ થશે અને સમગ્ર પ્રવાસ માટે ભાડું ૪૫૫ પિયા પ્રતિ પેસેન્જર હશે. મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યારે અન્ય મેટ્રો ટ્રેનો માત્ર ટૂંકા અંતરને આવરી લે છે, ત્યારે વંદે મેટ્રો ટ્રેન શહેરના કેન્દ્રને પેરિફેરલ શહેરો સાથે જોડશે. વંદે મેટ્રો મહત્તમ ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech