કાળુભા રોડ પર મહાપાલિકાએ બોલાવ્યો સપાટો

  • October 09, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા તંત્ર દ્વારા સપ્તાહના પ્રારંભ સાથે જ શહેરના જુદા જુદા વિસ્તારોમાં થયેલા દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા વિવિધ વિસ્તારોમાં અસ્થાયી દબાણો અંગે તંત્ર સમક્ષ થયેલી રજુઆતના પગલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે નિર્મળનગર સહિતના વિસ્તારોમાથી દબાણો હટાવયા બાદ શહેરના કાળુભા રોડ પર નાના-મોટા દબાણોથી ભારે મુશ્કેલી ઉભી થતી હોવાની સ્થાનિકો દ્વારા થયેલી રજુઆતના પગલે આજે એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા સવારથી જ દબાણો સામે કાર્યવાહી કરી રોડની બન્ને બાજુ થયેલા અસ્થાયી દબાણો હટાવી માલ-સામાન જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કાળુભા રોડ પર અસંખ્ય હોસ્પિટલો આવેલી હોય દિવસ દરમ્યાન આ વિસ્તારમાં ભારે ટ્રાફિક રહેતો હોય દબાણોને કારણે મુશ્કેલી ઉભી થતી હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application