ગુજરાત રાજયના મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છે તેવા સંજોગોમાં સ્થાનિક સ્વરાયની સંસ્થાઓ એટલે કે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ દ્રારા કરોડો પિયાની રકમ પાણીના વસૂલવાના બાકી છે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓ પાસે નીકળતી બાકી રકમને લઈને સરકાર કડક વલણ અપનાવી શકતી નથી. પરિણામે સરકારની તિજોરી પર કરોડો પિયાની વસૂલાત બાકી બોલે છે. અહીં નોંધવું જરી છે કે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓ દ્રારા કરોડો પિયા પ્રજા પાસેથી પાણીના વેરા પેટે વસૂલવામાં આવે છે પરંતુ સરકારને આ નાણા ભરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે.
રાય સરકાર તમામ મ્યુનિસિપલ કોર્પેારેશનોને તથા નગરપાલિકાઓને પીવા માટે વિવિધ નદીઓ, ડેમ, કેનાલોમાંથી પાણી આપે છે. મ્યુનિસિપલ કોર્પેારેશનો અને નગરપાલિકાઓ આ પાણી સ્થાનિક રહીશોને ફાળવી તેમની પાસેથી કરોડો, પિયાનો પાણીવેરો વસૂલ છે, પરંતુ આ સ્થાનિક સત્તાતંત્રો સરકારને પાણીનું બિલ ચૂકવતી નથી. આ બધી જ જગ્યાએ ભાજપનું જ શાસન હોવાથી પઠાણી ઉઘરાણી શકય નથી બનતી.પરિણામે રાયની તિજોરી ઉપર બાકી લેણાં પેટે કરોડો પિયાનું ભારણ વધી રહ્યું છે.
સુત્રો અનુસાર માત્ર જળસંપત્તિ વિભાગનાં જ લેણાં ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૪ની સ્થિતિએ .૮,૩૯૪ કરોડે પહોંચ્યા છે, જેમાં ૭ મ્યુનિસિપલ કોર્પેારેશનોના . ૭,૪૯૬ કરોડ અને ૪૨ નગરપાલિકાઓના . ૮૯૮ કરોડ સમાવિષ્ટ્ર છે. આ બધા લેણાંમાં વ્યાજ આ બધા લેણાંમાં વ્યાજ અને દંડની રકમ ઘણી મોટી છે.
રાજયમાં સરકારના પીવાના પાણી પેટે સૌથી વધુ .૪,૫૮૭ કરોડના લેણાં વડોદરા નગરપાલિકા પાસે બાકી છે, જેમાં કહે છે કે .૩,૭૨૮ કરોડ તો વ્યાજ તથા પેનલ્ટીના છે. એવી જ રીતે સુરત મહાનગરપાલિકા પાસેથી જે . ૪૪૭ કરોડ લેવાના નીકળે છે, તેમાં .૧૫૭ કરોડ વ્યાજના છે. જામનગર મહાનગરપાલિકા પાસે . ૧,૦૭૬ કરોડના લેણાંની વસૂલાત બાકી છે, જે પૈકી ૭૬૯ કરોડ તો વ્યાજ અને દંડના છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના ૪૨૫ કરોડ,બાકી નીકળે છે.
રાયની ૪૨ નગરપાલિકાઓ પાસે ૮૯૮ ની માતબર રકમ વસૂલવાની બાકી છે.સૌથી વધુ રકમ મોરબી નગરપાલિકા પાસે ૧૭૪ કરોડ છે વલસાડ પાસે ૧૩૬ કરોડ વેરાવળ પાસે ૭૫ કરોડનું લેણું નીકળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech