રેસકોર્સની પાળીએ બેસવા ગયેલા પ્રૌઢનો મોબાઈલ ફોન ગુમ
શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો વિદ્યાર્થી રાત્રિના રૂમનો દરવાજો ખુલ્લો રાખી ઉંઘી ગયો હતો. દરમિયાન કોઈ શખસે રાત્રીના ઘરમાં પ્રવેશ કરી રૂ.26,500 ની કિંમતનો મોબાઇલ ચોરી કરી લીધો હતો.
હાલ રાજકોટમાં કાલાવ રોડ પર વૃંદાવન સોસાયટીમાં ભાડાના મકાનમાં મામાના પુત્ર સાથે રહેતો મૂળ વેરાવળના માથાસુરિયા ગામનો વતની અશોક મૂળજીભાઈ મકવાણા(ઉ.વ 22) નામના વિદ્યાર્થીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે. ગઈકાલ રાત્રિના મોડે સુધી અભ્યાસ કર્યા બાદ તે રૂમનો દરવાજો ખુલ્લો મૂકી સુઈ ગયો હતો. મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય સવારે ઊંઘ ઉડતા ચાર્જિંગમાં મુકેલો મોબાઈલ ફોન જોવા જતા મોબાઈલ ફોન જોવા મળ્યો ન હતો આ બાબતે મામાના બંને દીકરાઓને પૂછતા તેમણે પણ મોબાઈલ જોયો ન હોય રાત્રિના કોઈ શખસ અહીંથી આ રૂપિયા 26,500 ની કિંમતનો મોબાઇલ ચોરી કરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.જેથી આ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે અન્ય એક બનાવમાં એરપોર્ટ રોડ પર સદગુરુ આશીર્વાદ પાર્ક અભિલાષા સોસાયટીમાં રહેતા એડવોકેટ ભરતભાઈ હરસુખભાઈ કુંડલીયાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના મિત્ર હિરેનભાઈના નામનો મોબાઇલ ફોન તેમના પિતા ઉપયોગ કરતા હતા આ મોબાઈલ ફોન તેમના પિતા રેસકોર્સ પાડીળે બેસવા ગયા હતા ત્યારે અહીં ભૂલી ગયા બાદ પરત આવી જોતા મોબાઈલ ફોન મળ્યો ન હતો જેથી ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMઆપણે આપણી ધીરજ ગુમાવી દીધી છે, પરપ્રાંતિય મજૂરોને રેશન કાર્ડ આપવામાં વિલંબ પર SC ની ફટકાર
October 05, 2024 05:04 PMઆખરે, પાકિસ્તાને એવું શું કર્યું કે તેણે સડકો પર તૈનાત કરવી પડી સેના
October 05, 2024 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech