મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાયમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી ૧૧મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ્રપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી ૧૦૦ ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત ના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિ સચિવો, જિલ્લ ા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રકચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં નો ઉપયોગ સઘન બનાવવો છે. આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાય સરકારની નેમ છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૨૦૦૩થી શ થયેલી ચિંતન શિબિરની વલતં સફળતાને પગલે અનેક એડમિનિસ્ટ્રેટિવ રિફોમ્ર્સ આવ્યા છે. જેના પગલે ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ તથા ગ્રોથ એન્જિન બન્યું છે. એટલું જ નહીં. આ શિબિરો ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સ માટે એક ટેક ઓફ પ્લેટફોર્મ બની છે. વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને ખાસ કરીને સામૂહિક ચિંતન– મંથનથી જે ચર્ચા–વિમર્શ થાય તેના પરિણામે વિકાસને નવી દિશા મળે છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ્રપણે જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે.
સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે, ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે. તેમણે એમ પણ ઉમેયુ કે, બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.
મુખ્યમંત્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવાની પ્રેરણા આપતા કહ્યું કે, આ સિદ્ધાંતો એકબીજા સાથે પરસ્પર એવા જોડાયેલા છે કે, કોઈ એક સિદ્ધાંતને જો વ્યકિતગત જીવનમાં ઉતારીએ તો તેની અસર સમગ્રતયાં વ્યકિતત્વ અને કતૃત્વ પર પ્રભાવશાળી રીતે પડે જ.
ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા આપતા કહ્યું કે, સરકાર ખૂબ મહત્વપૂર્ણ ઉપયોગી પ્રજાલક્ષી કામગીરી કરતી જ હોય છે ત્યારે તેની જાણકારી લોકોને સમયસર મળતી રહે અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ માહિતી ઝડપથી ફેલાય છે ત્યારે, ખોટી વાતોની સામે સકારાત્મક અને સાચી વાતો લોકો સુધી ત્વરાથી પહોંચે તેવું દાયિત્વ આપણે સૌએ નિભાવવાનું છે.
સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે, કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ના થાય એ માટેનો અભિગમ કેળવીને કામ કરવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી હતી.
આ ત્રિ–દિવસીય ચિંતન શિબિરમાં જે જૂથચર્ચા સત્રો યોજાયા હતાં તેમાં રોજગારીની તકો ઊભી કરવા, ગ્રામ્ય વિસ્તારમાં આવકમાં વધારો કરવા, સરકારી સેવાઓમાં સંતૃિ, પ્રવાસનના વિકાસમાં જિલ્લ ા અને સ્થાનિક સ્વરાયની સંસ્થાઓમાં યોગદાન જેવા ચાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચિંતન થયું છે, તેની ભલામણોને જિલ્લ ા સ્તરે ઝડપથી અમલમાં મુકવા મુખ્યમંત્રીએ પ્રેરક સૂચન કયુ હતું.
તેમણે આ સંદર્ભમાં ઉમેયુ કે, દરેક જિલ્લ ા કલેકટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લ ામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેકટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે. વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો.
ગ્રામ્ય સ્તરથી લઈને રાય સરકાર સુધીની કડીમાં જિલ્લ ા વહીવટી તંત્રની ભૂમિકા ચાવીપ છે ત્યારે, ગ્રામ્યસ્તર અને સરકાર વચ્ચે કોઈપણ પ્રકારનો ગેપ ના રહી જાય તે જોવા પણ મુખ્યમંત્રીએ જિલ્લ ા વહીવટી તત્રં વાહકોને સૂચન કયુ હતું.
રોજિંદી વહીવટી કામગીરીમાં કે વિવિધ પ્રક્રિયાઓમાં કયાંક અર્થઘટનના પ્રશ્નો કે કોઈ સમજ ફેરના પ્રશ્નો થતા હોય ત્યારે તેનું સામૂહિક ચિંતન કરીને, આવા પ્રશ્નો ઉકેલવાની દિશામાં ચિંતન શિબિરો દિશાદર્શક બની છે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું લય નિર્ધારીત કયુ છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરતા રહીને ગુજરાતને વિકાસમાં અગ્રેસર બનાવવા તેમણે આહ્વ ાન કયુ હતું. ચિંતન એ માત્ર શિબિર નહીં પણ નિયમિત અને વ્યકિતગત જીવનની પ્રક્રિયાનો ભાગ હોવો જોઈએ એમ પણ તેમણે ઉમેયુ હતું.
આ તકે ગૃહ રાયમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે જિલ્લ ા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. તેમજ ચિંતન શિબિરના માધ્યમથી પ્રા થયેલ નૂતન વિચારોને કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાયકક્ષાની ૧૧મી ચિંતન શિબિરની આભાર વિધિ કરતા સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સર્વે સદસ્યઓ, વરિ સચિવઓ અને જિલ્લ ા કલેકટરઓ અને ડીડીઓઓ જુદા જુદા વિષયો પરની જૂથ ચર્ચામાં સક્રિયપણે સહભાગી થવા અને ઉપયોગી ભલામણો આપવાનો આભાર વ્યકત કરતા જણાવ્યું કે, સરકારના જુદા જુદા વિભાગો વચ્ચે અને જિલ્લ ા કક્ષાએ સુધી જુદી જુદી કચેરીઓ વચ્ચે યોગ્ય સંકલન સહકારથી વધુ શ્રે પરિણામો મેળવી શકાશે.
આ શિબિરના માધ્યમથી મેળવેલા નવા અભિગમ અને નવા વિચારોને આત્મસાત કરી આગળ વધવા માટે પણ જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ચિંતન શિબિરના સમગ્ર આયોજન માટે સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ હારિત શુકલ અને ગીર સોમનાથ જિલ્લ ા કલેકટર અને સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યકત કર્યેા હતો.
ચિંતન શિબિરના સમાપન સમારોહમાં નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સહિત રાય મંત્રી મંડળના મંત્રીઓ, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સલાહકાર ડો હસમુખ અઢિયા, મુખ્ય સચિવ રાજકુમાર, રાય સરકારના અધિક મુખ્ય સચિવઓ, અગ્ર સચિવઓ, સચિવઓ અને જિલ્લ ા કલેકટર તથા જિલ્લ ા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં
ચિંતન શિબિરમાં આધ્યાત્મિક ઉદય: મુખ્યમંત્રી સહિતનાએ સોમનાથ મહાદેવને ગુજરાતની સુખાકારીની કામના કરી
પ્રથમ જયોતિલિગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત રાય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો ત્રિ–દિવસીય કાર્યક્રમ સમાપન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્રારા રાયના વિકાસ માટે અહર્નીશ સક્રિય મુખ્યમંત્રી, મંત્રીઓ, અને ગુજરાત સરકારના શીર્ષ અધિકારીઓ માટે ભકિત પૂર્ણ આતિથ્ય અનુભવનું સર્જન કરવામાં આવ્યું હતું.
તમામ મહાનુભાવો માટે સોમનાથ મંદિરમાં યથાયોગ્ય અભિવાદન,દર્શન,જલાભિષેક, અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચિંતન શિબિરના સમયને અનુપ મહાનુભાવો માટે સોમેશ્વર પૂજા માટેના વિશેષ સ્લોટ ગોઠવીને શાક્રોકત વિધિ–વિધાન સાથે ઉત્તમ પૂજન કરાવવામાં આવ્યું હતું.
પ્રભાસ તીર્થમાં ચિંતન શિબિરનો પ્રારભં મુખ્યમંત્રી દ્રારા સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને ગુલાબનો પુષ્પહાર અર્પણ કરીને સોમેશ્વર મહાપૂજન કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્રાર મુખ્યમંત્રીનું સન્માન અભિવાદન કરાયું હતું. જનસુખાકારી માટે અમૃતમંથન સમાન આ ચિંતન શિબિર કાર્યક્રમ દરમિયાન રાયના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડીંડોર, પ્રફુલભાઈ પાનશેરીયા, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, જગદીશભાઈ વિશ્વકર્મા, મુકેશભાઈ પટેલ, બચુભાઈ ખાબળ સહિતના મંત્રીઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી હતી.
આ સાથે રાયના વહીવટને સુચા પે વહન કરતા અને અમલીકરણને સુગમ બનાવતા રાયના શીર્ષ અધિકારીઓ જે.પી ગુા, અશ્વિનીકુમાર, જયંતિ રવી, કે કે નિરાલા, આરતી ચંદ્રા, બંછનિધી પાની, રાજકુમાર બેનીવાલ, રાહત્પલ ગુા, અનુપમ આનંદ, સંજીવ કુમાર, આરતી કંવર, મમતા વર્મા, ટી નટરાજન, વિનોદ રાવ, પી.ભારતી સહિતના અધિકારીઓએ પણ સોમનાથ દાદાની સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા કરાયેલ ધ્વજા પૂજામાં તમામ મંત્રીઓ અને અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પૂજા કરેલ ધ્વજાજીની ઢોલ શરણાઈના સાદે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રનું અનુસરણ કરીને ગુજરાત રાયને શીર્ષ પર લાવવામાં આવ્યું છે એવી જ રીતે સાથે મળીને મહાનુભવોએ ટ્રસ્ટની સ્વહસ્ત ધ્વજારોહણ સુવિધા નો લાભ લઈને ધ્વજાજીને પોતાના હાથી શિખર સુધી પહોંચાડા હતા. યારે સોમનાથ મહાદેવના નૂતન ધર્મધ્વજનું આરોહણ થયું હતું ત્યારે જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.
ત્યારે આ તકે સોમનાથ ટ્રસ્ટ દ્રારા ત્રિવેણી સંગમ અને ગૌલોકધામ, ભાલકા તીર્થ ખાતે આવનાર મહાનુભાવો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. પંકજ જોશી, મનોજકુમાર દાસ, અવંતિકા સિંઘ, પવંતસિંઘ જે.પી.ગુા સહિતના અધિકારીઓએ સૂર્યેાદય સમયે ગોલોકધામ ખાતે દર્શન અને જલાભિષેક કરેલ. તેમજ જયંતિ રવી, આરતી કંવર, મમતા વર્મા સહિતના મહાનુભવોએ ભાલકાતીર્થ ખાતે કૃષ્ણના દર્શન પૂજન કરેલ.
ત્યારે આ ચિંતન શિબિર વિશેષ એટલા માટે રહી કારણકે ગુજરાત અને ભારતની અસ્મિતા સોમનાથ મંદિરના નિર્માણ સાથે જ સુદ્રઢ બની હતી. નવસર્જન અને ઉત્તરોત્તર વિકાસ સોમનાથની ભૂમિનો પર્યાય છે. સ્વતંત્રતા બાદ સોમનાથનો નિરંતર વિકાસ અને ગુજરાતનો વૈશ્વિક નકશામાં ઉદય એકબીજાને સમાંતર રહ્યા છે. અહીં યોજાયેલ ચિંતન શિબિર ગુજરાતના સવાગી વિકાસને વધુ ઉન્નત અને કલ્યાણકારી બનાવશે તેવી સૌએ શ્રદ્ધા વ્યકત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech