મંત્રીએ શિવલિંગ પર અભિષેક કર્યેા અને ત્યાં જ હાથ ધોયા

  • September 04, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના રાય મંત્રી સતીશ ચદ્રં શર્માની એક વર્તણુંકની ભારે ટીકા થઈ રહી છે, જેમાં તેઓ એક મંદિરમાં શિવલિંગ પર અભિષેક કર્યા પછી ત્યાં જ હાથ ધોઇ રહ્યા હોય એવો વીડિઓ સામે આવતા હોબાળો મચ્યો છે. મંત્રીએ લોધેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા કર્યા બાદ શિવલીંગની બાજુમાં જ હાથ ધોયા હતા. આથી લોકો તેમનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે યારે પણ રાયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બારાબંકી આવે છે, ત્યારે તેઓ આ મંદિરની મુલાકાત પણ લે છે અને ખૂબ જ ભકિતભાવથી પૂજા કરે છે.


યોગી સરકારના રાય મંત્રી સતીશ ચદ્રં શર્મા લગભગ સાત દિવસ પહેલા બારાબંકી પહોંચ્યા હતા. અહીં તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી અને લોકોની ફરિયાદો પણ સાંભળી હતી. પરંતુ, આ પ્રવાસ દરમિયાન સતીશ ચંદ્રાએ કંઈક એવું કયુ જે હવે લોકો નારાજ છે. પાછા ફરતી વખતે તે વિસ્તારના પ્રખ્યાત લોધેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેમણે સૌથી પહેલા વિધિ પ્રમાણે પૂજા અને અભિષેક કર્યેા. બાદમાં તેણે શિવલિંગ પાસે હાથ ધોયા હતા. લોકો આનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. જો કે મંદિરના મુખ્ય પૂજારીએ કહ્યું છે કે તેમણે શિવલિંગ પર હાથ નથી ધોયા પરંતુ શિવલિંગની બાજુમાં હાથ ધોયા છે. પરંતુ, સામાન્ય જનતા પણ આનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે યારે પણ રાયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બારાબંકી આવે છે, ત્યારે તેઓ આ મંદિરની મુલાકાત પણ લે છે અને ખૂબ જ ભકિતભાવથી પૂજા કરે છે.રાજ્યકક્ષાના મંત્રી શિવલિંગની બાજુમાં હાથ ધોતા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો કહે છે કે તે નિંદનીય છે. લોકો તેને પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે જોડીને અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. રાયના જાહેર બાંધકામ વિભાગના મંત્રી અને બારાબંકી જિલ્લાના પ્રભારી જિતિન પ્રસાદ પૂર પીડિતોની હાલત પૂછવા રામનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. તેમની સાથે રાયકક્ષાના મંત્રી સતીશ શર્મા પણ પહોંચ્યા હતા.સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિર પૌરાણિક છે અને સ્થાનિક લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. હાલમાં આ વીડિયોને લઈને હોબાળો સતત વધી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application