શહેરમાં વરસાદે વિરામ લેતા મહત્તમ તાપમાન વધીને ૩૪ ડિગ્રી રહયુ

  • September 02, 2024 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર જિલ્લામાં આજે  સોમવારે વરસાદની આગાહી વચ્ચે બપોર સુધીમાં જિલ્લામાં મેઘવિરામ રહયો હતો.મહત્તમ તાપમાન વધીને ૩૪ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ૮૦૭ ક્યુસેક શરૂ છે.ડેમની સપાટી  આજે બપોરે ૨૭ ફૂટ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે સોમવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ આજે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૮૦૭ ક્યુસેક  પાણીની આવક શરૂ છે. આથી ડેમની સપાટી આજે બપોરે ૨૭  ફૂટ  રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન વધીને ૩૪ ડિગ્રી રહયું હતું.આથી બપોરે લોકોએ ગરમી અનુભવી હતી.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે.
શહેરનું મહત્તમ તાપમાન વધીને ૩૪ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન  ડિગ્રી વધીને ૨૬.૬ ડિગ્રી નોંધાયુ હતુ. આજે સોમવારે સવારે ભેજ વધીને ૮૭ ટકા  રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી. શ્રાવણ માસના અંતિમ દિવસોમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના ત્રીજા સપ્તાહમાં  લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application